Abtak Media Google News

સાઇબર ક્રાઇમે હરિયાણાથી દબોચ્યો,મોટું રેકેટ ખૂલવાની શક્યતા  અમરેલીમાં એક વ્યક્તિએ બ્લેકમેલિગથી કંટાળી આપઘાત કર્યો તો

અમરેલી જિલ્લામાં સોશ્યલ મીડિયા પર છોકરીના નામની આઈડીમાંથી રિક્વેસ્ટ મોકલ્યા બાદ દોસ્તી કરીને વોટ્સએપ પર ન્યૂડ કોલ કરીને તેનું રેકોર્ડીંગ કરી લઈ બ્લેક મેઈલીંગ કરીને પૈસા પડાવતી ગેંગના શખ્સને અમરેલી સાયબર પોલીસે હરિયાણાથી ઝડપી પાડયો છે. આ ગેંગે અમરેલીના અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યો છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ન્યૂડ કોલ બાદ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા લોકોને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પોલીસ મથકમાં થોડા સમય પહેલા જ આ અંગે એક ગુનો નોંધાયો હતો જેમાં ભોગ બનનારા વ્યક્તિ સાથે છોકરીના નામના ફેસબુક આરઈડીમાં મિત્રતા કર્યા બાદ વોટ્સએપ પર ન્યૂડ કોલ કરીને મોજમજા કરવા માટે મનાવીને તેનું રેકોર્ડિંગ કરી લઈ બ્લેકમેલીંગ કરીને મોટી રકમ માગવામાં આવતી હતી અને તેના કારણે કંટાળીને એ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની અમરેલી સાયબર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી અને આરોપી સુધી પહોંચવા માટે ટેકનિકલ સાધનો તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને આરોપીની શોધખોળ શરુ કરી હતી અને આરોપીનું પગેરું મેળવવા માટે અમરેલી સાયબર પોલીસ ટીમે હરિયાણાથી હૈદર અલી મહમૂદ (ઉ. વ.24)ની ધરપકડ કરી છે. આ મામલે મોટું રેકેટ ખુલી શકે તેવી શક્યતા હોવાથી પોલીસે તેની સઘન પૂછતાછ સાથ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.