અમરેલીમાં ટ્રક-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2વ્યક્તિના ઘટના સ્થળે મોત

Amreli
Amreli

અમરેલીમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમરેલીના ચરખા ગામ પાસે ટ્રકે બાઈકને અડફેડે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ટ્રકની અડફેટે બાઈક આવતાં બાઈક પર સવાર 2 લોકોના મોત થયા હતા. બંને વ્યક્તિઓમાં એક યુવક અને એક મહિલા સામેલ છે, જેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અન્ય એક બાઈક પણ સામાન્ય અડફેટે આવતા બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ અકસ્માત ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે લોકો ટોળે વળી ગયા હતા અને તેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.