Abtak Media Google News

હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત લોકોની અવર જવર બંધ 

અમરેલી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ 19 નું સંક્રમણ વધતા 12  ગામના વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.12 ગામના વિસ્તારમાં સંક્રમણ વધુ ના ફેલાય તે માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે.લોકોને હોમ ક્વોરંટાઈન રહેવાનો આદેશ કરાયો છે. ગામમાં હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

તેમાં અમરેલી તાલુકાના મોટા આંકડીયા, વાંકીયા, વડેરા,વરૂડી,બાબરા તાલુકા ના કોટડાપીઠા,બગસરા તાલુકાના હામાપુર, બગસરા તાલુકાના ધારી,જાફરાબાદ તાલુકાના ટીંબી,મોટી કુંકાવાવ વડીયા, લાઠી તાલુકાના મતીરાળા, લીલીયા તાલુકાના મોટા લીલીયા આ 12  ગામોનો સમાવેશ કન્ટેનમેન્ટ ઝોનમાં કરાયો છે.જે ગામમાં 10 થી વધુ કોરોનાના કેસ છે તેની યાદી જાહેર કરવામા આવીઅમરેલી જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે.સિંગે કહ્યું હતું કે, જે ગામમાં 10 થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તે ગામમાં નિયંત્રણો મુકવામા આવ્યા છે.જિલ્લા કલેકટર દ્વારા પણ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર બંધ કરવા આદેશ કરાયો છે. જે લોકો કાયદાનો ભંગ કરે તેવા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.