Abtak Media Google News

કોરોના વાયરસની બીજી લહેરેએ પહેલી લહેર કરતા પોતાનો વ્યાપ વધાર્યો છે. તે શહેરથી લઈ ગામડા સુધી પોહચ્યો છે. માનવીની રોજબરોજ જિંદગીને હચમચાવી નાખનાર કોરોના એક માતા સામે દુબળો સાબિત થયો છે. સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલો એક ફોટો આ વાત ની સાબિતી આપે છે.

સ્ત્રી તેના ગમે એ રૂપ(પત્ની, માતા, બહેન)માં ગમે એવી કપરી પરિસ્થિતિમાં પોતાનો ફરજ ચૂકતી નથી. તાજેતરમાં સોશ્યિલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો. જેમાં મહિલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરીને રસોઈ બનાવી રહી છે. આ ફોટા પરથી કહી શકાય કે પરિવારના સભ્યોને ખુશ કરવા માટે મહિલા પાસેથી અનેક પ્રકારની આશા કરવામાં આવે છે. ફોટો શેર કરનાર વ્યક્તિએ લખ્યું હતું કે એક માતાની ડ્યૂટી ક્યારેય પૂર્ણ થતી નથી.


ફોટોમાં મહિલા ગેસ પર રોટલી બનાવતી જોવા મળે છે અને તેણે ઓક્સિજન સપોર્ટ માસ્ક પહેર્યું છે. તેની બાજુમાં જ ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાખવામાં આવ્યું છે. આવી કપરી પરિસ્થિતિમાં તે તેની ફરજ ચુકી નથી. મોટાભાગના લોકો આ ફોટો વિશે કહી રહ્યા છે કે, આ પરિસ્થિતિમાં પણ મહિલા પાસે કામ કરાવવું તે શરમજનક બાબત છે. અનેક લોકોએ કહ્યું કે આ મહિલા બીમાર હોવા છતાં કામ કરે છે અને ઘરના સભ્યો તેમને મદદ નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ અંગે કેટલાક યૂઝર્સે કમેન્ટ કરી છે કે તે વ્યક્તિએ તેની માતાની મદદ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.