Abtak Media Google News

લક્ષ્યએ લો કિન યુને ૨૪-૨૨, ૨૧-૧૭થી પરાજય આપ્યો

દરેક રમત માં ભારતીય પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી રહ્યા છે ત્યારે બેડમિન્ટનમાં પણ ભારતે જાણે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હોય તેવું જોવા મળ્યું છે. ભારતના ૨૦ વર્ષના બેેડમિંટન ખેલાડી લક્ષ્ય સેને સિંગાપોરના વર્લ્ડ ચેમ્પિયન લોહ કેન યુને  ૨૪-૨૨, ૨૧-૧૭થી હરાવીને ઈન્ડિયા ઓપન સુપર ૫૦૦ સિરીઝ ટુર્નામેન્ટ જીતી લઈને નવો ઈતિહાસ રચ્યો છે. લક્ષ્યે આ સાથે તેની કારકિર્દીમાં સૌપ્રથમ વખત સુપર ૫૦૦ સિરીઝ ટાઈટલ જીત્યું હતુ. ઘરઆંગણે યોજાયેલી ટુર્નામેન્ટમાં લક્ષ્ય સેને શાનદાર દેખાવ કર્યો હતો .

ગત મહિને જ લક્ષ્યે સ્પેનમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સેમિ ફાઈનલ સુધીની સફર ખેડતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે પછી ઘરઆંગણે યોજાયેલી ઈન્ડિયા ઓપનમાં તેણે વર્લ્ડ ચેમ્પિયનને પરાસ્ત કરીને પોતાની પ્રતિભાનું પ્રમાણ આપ્યું હતુ. ફાઈનલ મુકાબલો ૫૪ મિનિટ સુધી ચાલ્યો હતો. ઇન્ટર રમતમાં પણ ભારત પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન યોગ્ય રીતે કરી રહ્યું છે અને તેનો લાભ સારા ખેલાડીઓને પણ ખૂબ સારી રીતે મળી રહ્યો છે.

સાથોસાથ ભારતના સાત્વિકસાઈરાજ રાન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. આ સાથે તેઓ ભારતમાં યોજાતી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ડબલ્સ ટાઈટલ જીતનારી સૌપ્રથમ ભારતીય જોડી બની હતી. તેમણે ફાઈનલમાં ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન અહેસાન અને સેતિવાન સામે ૨૧-૧૬, ૨૬-૨૪થી જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.