રોજબરોજ આપઘાતની ઘટનાઓ નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાનો એક કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના થરાદમાં પિતાએ બે દિકરી સાથે સામુહિક આપઘાત કર્યો હતો.આ ઘટનાએ સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવી દીધો હતો.
મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની બે પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.
ઘટનાની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ તેમના શબ ને કુવા માંથી બહાર કથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. આપઘાત કર્યો કે કેમ તે જાણી શકાયું નથી.મળતી માહિતી અનુસાર ખેડૂત આર્થિક રીતે સુખી સંપન્ન હતો. વળી એવુ પણ જાણવા મળ્યુ છે કે એક દિકરી માનસિક અસ્થિર હતી. આ ઘટનાથી ઘરમાં શોક નો માહોલ છવાઈ ગયો છે.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી.