Abtak Media Google News

પ્રજા પાસે બે હાથ જોડીને વોટ માંગનારા જીત્યા બાદ વચનો વિસરી જાય છે

કચ્છ જિલ્લાના પાટનગર ગણાતા ભુજ શહેર ખાતે છેલ્લા ઘણા સમયથી પ્રજાજનો લાઈટ પાણી ગટર રોડ તેમજ રખડતા ઢોરો થી પરેશાન બની ગઈ છે તે આ વાતથી કોઈ પણ અજાણ નથી પરંતુ જે તે વખતે તેમનો વિરોધ કરવો અને કામ પૂર્ણ કરવું તે કોઈ પણ પક્ષને યાદ આવ્યું ન હતું પરંતુ ચૂંટણી આવતાંની સાથે જ ભુજ માં કયા કયા પ્રોબ્લેમ છે તે સહિતના મુદ્દાઓને લઇ અને અવનવા તેમજ જુના ચહેરાઓ સાથે જેઓને ટિકિટ મળી છે તે વ્યક્તિઓ આજે બે હાથ જોડી પ્રજાજનો પાસે પોતાને મત આપવાની માંગણી સાથે વિવિધ પ્રશ્નો માટે પ્રજાજનો પાસે મત માગી રહ્યા છે ત્યારે  પ્રજાજનોમાં અનેક જાતના તર્ક વિતર્કો વહેતા થાય તે સ્વાભાવિક છે

આ અંગે આમ પ્રજાજનોમાં ચર્ચાતી માહિતી મુજબ ભુજ શહેર ખાતે નગરપાલિકાની ચૂંટણી આવતા જ જુના નવા ચહેરાઓ પ્રજાજનો સમક્ષ બે હાથ જોડીને ઊભા છે જોકે આ પહેલાં પણ અનેક વખત ચૂંટણીઓ યોજાઇ છે પરંતુ તે સમયે પણ હાથ જોડી મત લેવા આવનારા અન્ય પક્ષોના ઉમેદવારો ચૂંટાઈ ગયા પછી પોતાના મોબાઈલ ફોન ઉપાડવાનું અથવા તો પોતાના વિસ્તારો ના લોકોની મુશ્કેલીઓ નું ધ્યાન આપતા નથી ત્યારે પ્રજાએ હાથ જોડવાનો વારો આવે છે જોકે ભુજ શહેર ખાતે છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રસ્તા ગટર તેમજ રખડતા ઢોરો મુજે હર એક વખત લેખિત મૌખિક રજૂઆતો ભુજ નગરપાલિકાના જે તે સમયે ચૂંટાયેલા ઉમેદવારો ને પ્રજાજનને ફરિયાદો કરી છે પરંતુ તે વાત બહેરા કાને અથડાતી હોય તેવું લાગી રહ્યું હોવાનું પ્રજા કરી રહી હતી તો ઘણી વખત રખડતા ઢોરોના લીધે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તો અમુક લોકો મોતના મુખમાં ધકેલાયા છે જ્યારે વાત કરી ગટર અને ખાડાઓની તો ઠેર ઠેર ગટરના પાણી ઓ એ શહેરને બાનમાં લીધું હતું ત્યારે પણ પ્રજાજનોએ આ બાબતે રજૂઆતો કરી હતી પરંતુ કોઇ વખત તે તરફ પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશો ધ્યાન દીધું હતું તો બબ્બે ત્રણ-ત્રણ વખત એક જ રસ્તાઓ ના બિલ પાસ થયા હોવા છતાં પણ હજુ સુધી રસ્તાઓની હાલત જેમ છે તેમ રહી છે જોકે ભુજ નગરપાલિકા ની ચૂંટણી આવતાંની સાથે જ જે પક્ષ ની બોડી હતી તે પણ બે હાથ જોડી શહેરીજનો ને  મત આપવા માટે દોડધામ કરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.