Abtak Media Google News

ભુજ તાલુકાના મમુઆરા નજીક આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મમુઆરા ગામની સિમમાં ખનીજ ખોદકામ દરમ્યાન અચાનક 3 ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક ડમ્પરમાં સવાર ચાલક અને મદદગાર બે વ્યક્તિના મોત થયા છે. સદ્દનશીબે અન્ય ડમ્પરમાં સવાર લોકોને મોટી ઇજા પહોચી નથી, પરંતુ અકસ્માત બાદ માટીનો ભાગ ધસી પડતા દબાઇ જવાથી પ્રકાશ ખીમજી લોહાર તથા દામજી રાણાભાઇ ડાંગર ના મોત થયા છે.

ધટનાની જાણ થતા પોલિસ ધટના સ્થળે પહોચી હતી, અને બનાવની તપાસ શરૂ કરી છે. જો કે હજુ ખાણ કોની માલિકીની છે, તે સહિતની વિગતો તપાસમાં પોલિસ મેળવી શકી નથી. પરંતુ સ્થળ તપાસ સાથે મૃતદેહોને સુપ્રત કરવાની તજવીજ પોલિસે હાથ ધરી છે.

પધ્ધર પોલિસ સ્ટેશનના PSI જાડેજાએ જણાવ્યુ હતુ કે, ‘અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. અને વધુ તપાસ પોલિસે હાથ ધરી છે. ધટનાની એફ.એસ.એલ તપાસ પણ થશે અને કઇ રીતે અકસ્માત સર્જાયો તેન તપાસ કરાશે પરંતુ હાલ ધટનામાં બે વ્યક્તિના મોત થયા છે. ધટના સ્થળ પરથી સામે આવેલી તસ્વીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે, લીઝમાં મોટા પ્રમાણમાં ખોદકામ કરવામા આવ્યુ છે અને તેથી અકસ્માત સર્જાયો હોય તેવુ લાગી રહ્યુ છે. ખરેખર તો આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના ધણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે ખોદકામ કે પરિવહનનુ કામ માલિકીની મંજુરી સાથેના ખનીજનુ ખોદકામ થતુ હતુ કે મંજુરી વગરના એ પણ તપાસનો વિષય બની રહેશે જો કે તે સંદર્ભે પોલિસે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.