ધ્રોલ તાલુકા પંચાયતમાં 16 માંથી ભાજપને 13 બેઠક, કોંગ્રેસને માત્ર 3 બેઠક

જિલ્લા પંચાયતની બંને બેઠક પર કમળ ખીલ્યું

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની જાજરમાન જીત થતા કાર્યકરોએ મનાવ્યો ભવ્ય વિજયોત્સવ

ધ્રોલમાં જીલ્લા પંચાયતની બે બેઠક પર ભાજપનો વિજય ખારવા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર લખધીરસિંહ રતુભાઇ જાડેજાનો વિજય થયો છે અને ધ્રોલ લતીપર જીલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર પ્રવીણાબેન મનસુખભાઇ ચભાડીયાનો વિજય થયો છે.

ધ્રોલ તાલુકા પંચાયત કુલ 16માંથી ભાજપ-13 અને ક્રોંગ્રેસને 3 બેઠક મળી છે.

ખારવા જીલ્લા પંચાયત સીટ પર  ભાજપ ના ઉમેદવાર લખધીરસિંહ રતુભા જાડેજા નો થી વિજય, ધ્રોલ લતીપર જીલ્લા પંચાયત સીટ પર ભાજપ ના ઉમેદવાર પ્રવિણાબેન મનસુખભાઇ ચભાડીયા નો વિજય, તાલુકા પંચાયત ના જીત ના ઉમેદવાર ભેંસદડ  મીનાબેન ભાલચંદ્ર રત્નાણી – ભાજપ વિજય , દેડકદડ બાલુબેન દેવાભાઈ ભુડીયા વિજય ભાજપ,હમાપર  ભાવનાબેન કાથડભાઈ શિયાર વિજય ભાજપ, જાલીયા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિજય ભાજપ,જાયવા મનસુખભાઇ ગંગદાસ ભાઈ ભંડેરી વિજય ભાજપ, ખારવા  કવિતાબેન જગદીશભાઈ ચાવડા વિજય ભાજપ, ખેંગારકા જયંતિભાઈ રવજીભાઈ કગથરા વિજય ભાજપ, લૈયારા  ગીતાબેન પોલુભા જાડેજા વિજય ભાજપ,  લતીપર – 2 હંસાબેન જગદીશભાઈ ચભાડીયા વિજય ભાજપ, લતીપર- 3વસંતબેન લવજીભાઈ વિજય ભાજપ, નથુવડલા  હર્ષાબેન વિજયભાઈ કાન્સુદ્રા વિજય ભાજપ, હાડાટોડા રાજેશ્રીબા બ્રિજરાજસિંહ જાડેજા ભાજપ વિજય,મોટા વાગુદડ  પ્રતિપાલસિંહ જનકસિંહ ઝાલા વિજય ભાજપ, વાંકિયા રમેશભાઈ ડાયાભાઈ ભીમાણી વિજય કોગ્રેસ,  ખાખર પોલુભા પ્રતાપસંગ જાડેજા વિજય કોગ્રેસ, લતીપર-1 રાઠોડ બધીબેન ટીડાભાઈ કોંગ્રેસના વિજય થયા છે.