ધ્રોલમાં છાત્રાએ નબળુ રીઝલ્ટ આવતા શિક્ષકે વાલીને બોલાવાનું કહેતા કર્યો આપઘાત

ધો.9ની ખાનગી બોર્ડીંગ સ્કૂલની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ધ્રોલની ભાગોળે આવેલ એક બોર્ડીંગ સ્કુલમાં રહી અને અભ્યાસ કરતી લાલપુર તાલુકાના  મેઘપર પડાણાની છાત્રાએ   ગઈકાલે  ગળેફાંસો  ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડીજઈ તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે છાત્રાને  પરીક્ષામાં ઓછા  માર્કસ આવતા તેને તેના વાલીને બોલાવાનું કહેતા તેકારણે  આપઘાત  કર્યાનું જાણવા મળ્યું હતુ.ધ્રોલની નજીક આવેલી ખાનગી બોર્ડીંગસ્કુલમાં રહીને ભણતી લાલપુર તાલુકાના મેઘપર-પડાણાની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનતા અરેરાટી જનક બનાવ નોંધાયા વધુ પોલીસે તપાસ હાથ ધરી છે.

પડાણા મેઘપર ગામની વિદ્યાર્થીની ધ્રોલના ખારવા રોડ પર આવેલી શ્રી ગણેશ સંકુલ વિદ્યાલયમાં ધો-9માં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. બપોરના સમયે હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતાં.  તપાસમાં જાણવા મળ્યું હતુ કે રિઝલ્ટ નબળુ આવવાના કારણે છાત્રશએ આ પગલુ ભર્યું હોવાનું  જાણવા મળ્યું હતુ.