Abtak Media Google News

સરકારી કે ખાનગી જમીનો પર દબાણો કરનાર પર કાયદાના પગલાં ભરાશે

સરકાર જનકલ્યાણના લાભો હાથોહાથ આપે છે: શિક્ષણ રાજ્યમંત્રી

મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના ડુમરા ગામે 285 ખેડૂતોને સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર  દબાણ કરનાર પર કાયદાના પગલાં ભરાશે. સાંથણીની જમીન પર દબાણો કરનાર પર કડકાઈથી કાયદાની અમલવારી કરી હક ધરાવતા ખેડૂતોને જમીનનો કબ્જો સોંપવાનો કાર્યક્રમ આજથી વિધાનસભા 1 અબડાસા બેઠકથી પ્રારંભ કર્યો છે.

લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ  ખચકાવું નહિ. સમગ્ર રાજ્ય અને વહીવટીતંત્ર અને મારો મહેસુલ વિભાગ આ સાંથણીની જમીન સોંપવા કાર્યવાહી કરવા તત્પર છે. પ્રધાનમંત્રીના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે એમ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.આકારણી વગરના મકાનોના પ્રશ્નો અને વિશેષ કચ્છમાં આવેલ ભૂકંપ બાદ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી ઉભા થયેલા મકાનો માટે ઝડપથી કામગીરી અમલી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.  મહેસુલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે, કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે  કામ કરશે.

પારદર્શિતાથી સાંથણીની  જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા મંત્રીએ આપ્યો હતો.

શિક્ષણરાજ્ય મંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ” મહેસુલ વિભાગની ઉત્તમ કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ આજની આ કામગીરી છે.વાંઢના, છેવાડાના અબડાસા વિસ્તારના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોનું આ ફળ છે.

જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા આ તકે જણાવ્યું હતું કે, મજબુત ઇચ્છાશક્તિ અને  સઘન પ્રયાસોથી સરકાર વિકાસ કાર્યો કરી રહી છે. તેના ભાગરૂપે આજે મહેસૂલ મંત્રી અને વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, અલગ રાજ્ય હતું એવા કચ્છમાં મહેસુલના અનેક પ્રશ્નો હતા ત્યારે સરકાર અને વહીવટી તંત્રના સંકલનથી તમારા હકને અપાવવા સઘન પ્રયત્નો થઇ રહ્યા છે.

આ તકે આહિરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રેમ અને કચ્છ માટે સરકારના વિકાસના પ્રયત્નો જણાવી ભૂકંપ બાદ પુન:સ્થાપિત ગામો મહેસૂલ તંત્રમાં સમાવિષ્ટ કરાવી મળવાપાત્ર સહાયો અને લાભો સરકાર આપશે એમ વાસણભાઇ આહિરે જણાવ્યું હતું.જવાહર  નવોદય વિદ્યાલય ડુમરા ખાતે  આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતે  અને આભારવિધિ સરપંચ રાજેશ્વરીબેન ગઢવીએ કરી હતી.

આ તકે સર્વ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,  પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા અને રમેશભાઇ મહેશ્વરી, કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,  અગ્રણીઓ સર્વ હરિભાઈ જાટિયા, કેશવજી રોશિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન,  જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી,   સિંચાઈ સમિતિના ચેરમેન ધનજીભાઈ આહીર,  શાસકપક્ષના નેતા હરિભાઈ આહિર,  બાંધકામ સમિતિ ચેરમેન જનકસિંહ જાડેજા,  જિલ્લા ખરીદ-વેચાણ સંઘ નિયામક અનિરુદ્ધસિંહ જાડેજા,  કિસાન મોરચા પ્રમુખ રમેશ પટેલ,  તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ,  જયદેવસિંહ જાડેજા, પરસોતમ મારવાડા, વિપક્ષી નેતા મહાવીરસિંહ જાડેજા,  અગ્રણી મહેશભાઈ ભાનુશાળી, મહેન્દ્રભાઈ જાડેજા,  નરેન્દ્રસિંહ જાડેજા,  તાલુકા વિકાસ અધિકારી બચુભાઈ મહેશ્વરી,  મામલતદાર એન એલ ડામોર,  કેળવણી નિરીક્ષક વસંતભાઈ તેરૈયા  તેમજ જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ લાભાર્થી ખેડૂતો અને ગ્રામ્યજનો અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.