Abtak Media Google News

ઉપલેટાના ડુમીયાણી ગામે બે વર્ષ પહેલા પટેલ યુવતી સાથે ગામના જ પટેલ યુવંને લવ મેરેજ કરતા તેનોખાર રાખી યુવતિના પિતાએ ભાડુતી માણસો દ્વારા લવ મેરેજ કરનારના મોટાબાપુજીના હાથ પગ ભાંગી નાખતા નાના એવા ડુમીયાણી ગામમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડુમીયાણી ગામે ચોરાવારી ગલીની બાજુમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ અમૃતીયાના દિકરાએ ગામમાંજ બાજુની ગલીમાં રહેતો રાજે કુળજીભાઈ મણવર ઉર્ફે રાજીયાની દિકરી માનશી સાથે બે વર્ષ પહેલા લવ મેરેજ કરી મોરબીમાં પરિવાર સાથે રહેવા લાગેલો હતો આનો ખાર રાખી રાજેશ ઉર્ફે રાજીયાએ બે વર્ષ પહેલા લવમેરેજ કરનાર જીગર તેમજ તેમના પરિવારને મોબાઈલ ફોન કરી ટાંટીયા ભાંગી મારી નાખવાની ધમકી આપતા જેતે વખતે પોલીસે રાજીયો ઉર્ફે રાજેશ અમૃતીયા સામે અટકાયતી પગલા લઈ છોડી મુકેલ હતો.

ગઈકાલે લવમેરેજ કરનાર જીગરના મોટાબાપુજીજે હાલ બરોડા વજવાટીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. 203માં રહેતા ભુપતભાઈ મોહનભાઈ અમૃતીયા પોતાની ડુમીયાણી ગામે આવેલ વાડીમાં બાજરો જોવા ગયેલા હતા. આ વાતની જાણ રાજીયો ઉર્ફે રાજેશ મણવરને થતા તેને પોતાના ભાડુતી માણસો ઈકોકારમાં મોકલી વાડીએથી પરત આવી રહેલા ભુપતભાઈને અગાઉ રોડ ઉપર ઉભી રખાયેલી નંબર પ્લેટ વગરની ઈકોકારમાંથી મોઢે બાંધેલા બે શખ્સો પાઈપ અને ધોકા લઈ ઉતરી સીધા ભુપતભાઈને મારમારવા લાગતા ભુપતભાઈએ બચાવોની બુમ પાડતા આજુબાજુની વાડી વાળા આવી જતા બંને અજાણ્યા શખ્સો સફેદ કલરની ઈકો કાર લઈને ડુમીયાણી ગામ તરફ નાશી ગયા હતા બનાવ સ્થળે લોકો ભેગા થઈ જતા 108ને જાણ કરતા તાત્કાલીક એમ્બ્યુલન્સ મારફત ઈજા પામનાર ભુપતભાઈને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરો ભુપતભાઈને બંને પગમાં ફેકચર તેમજ ડાબા હાથમાં બે ફેકચર હોવાનું જણાવેલ હતુ. પોલીસે ગણતરીની કલાકોમાંજ રાજેશ ઉર્ફે રાજીયાને હિરાસતમાં લઈ લોકઅપમાં બેસાડી દીધા હતો.

અમને પતી-પત્ની તેમજ મારા પરિવારને સોપારી આપી મારી નખાવશે: જીગર

આરોપી મારા પત્નિ માનસીના પિતા રાજેશભાઈ છેલ્લા બે વર્ષ થયા અમારી પાછળ પહયા છે. તેઓ અવાર નવાર ગામમાં ગમે ત્યાં અમોને તથા મારા પરિવારને મારી નાખવાની ખૂલ્લે આમ વાતો કરતા હતા એક વર્ષ પહેલા મને મોબાઈલમાં ફોન કરી મારી નાખવાની ધમકી આપેલ પણ તે વખતે પોલીસને મે અરજી પણ આપેલ હતી.

આરોપીએ પરિવારને પતાવી દેવા સોપારી આપી

આરોપી રાજીયો ઉર્ફે રાજેશ જીગર તેમજ તેમના પરિવારને ભાડુતી માણસો મારફ્ત સોપારી આપી મરાવી નાખવાની માનસીકતા ધરાવતો હોય જેથી પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરે તો ઘટનામાં ઘણુ વધુ જાણવા મળે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.