Abtak Media Google News

કોરોનાનું સંક્રમણ રોકવા નિયંત્રણ માત્ર પ્રજા પર, રાજકીય પક્ષોને મજો મજો

આજે સાંજે મળનારી કેબિનેટની બેઠકમાં રાત્રિ કરફયુના કલાકો વધારવા નિર્ણય લેવાઈ તેવી પ્રબળ સંભાવના

સરકારને રાજકીય તાયફાઓ બંધ કરવા નથી પરંતુ લોકો પર આકરા નિયંત્રણો ઝીંકવા છે: પાટે ચઢતી અર્થ વ્યવસ્થા રાત્રિ કરફયુના કલાકો વધારતા ફરી વિખેરાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેટ ગતિએ વધી રહેલા સંક્રમણને નાથવા માટે રાજય સરકાર ફરી એકવાર પ્રજા પર આકરા નિયંત્રણો મૂકવા માંગી રહી છે. રાજકીય તાયફાઓ અને તમાશાઓમાં રતીભાર પણ બાંધછોડ ન કરનાર રાજય સરકાર આગામી 1લી જાન્યુઆરીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રિના 9થી સવારના પાંચ વાગ્યા સુધી કરફયુ કરવાની ગંભીર વિચારણા કરી રહી છે. આજે સાંજે મળનારી કેબિનેટનીબેઠકમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

કોરોનાના સંક્રમણને રોકવાની જવાબદારી માત્રને માત્ર પ્રજાના શીરેજ હોય તેરીતે રાજય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગત 25મીથી રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રી કરફયુના સમયમાં બે કાકનો વધારો કરવામાં આવ્યા બાદ હજી બે કલાકનો સમય વધારવાની તૈયારીઓ ચાલુ રહી છે. લોકડાઉન, મીની લોકડાઉન 31મીએ મુખ્યમંત્રી રાજકોટમાં રોડ શો કરવાના છે તે માટે અત્યારથી જંગી તૈયારીઓ ચાલીરહી છે. સીએમને વહાલુ થવા મોટી માત્રામાં જનમેદની એકત્રીત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

બીજી તરફ હાલ રાજય સરકાર અને સંગઠન દ્વારા અલગ અલગ કાર્યક્રમોમાં જાણે કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેરીતે ભીડ એકત્રીત કરી રહી છે. તમામ રાજકીય પક્ષો એક જ રસ્તે છે જનમેદની ભેગીકરવામાં કોઈ પાછીપાની કરતુ નથી પરંતુ જયારે સંક્રમણ સંખ્યાની વાત આવે ત્યારે તેની અને રાત્રિ કરફયુ બાદ હવે મોલ હોટલ ઉદ્યોગ પાટે ચઢી રહ્યા છે. ત્યાં ફરી એક વખત રાજય સરકાર શહેરી વિસ્તારોમાં રાત્રી કરફયુના કલાકો વધારવાની તૈયારીઓ ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર રાજકીય લાભ ખાટવા માટે કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો આરંભ થઈ ચૂકયો હોવા છતાં ઉતર પ્રદેશ સહિત દેશના પાંચ રાજયોની ચૂંટણી કરવા માટે મકકમ છે. કોરોનાના કારણે જેઈઈની પરીક્ષા પાછળ ધકેલાઈ શકે છે. પરંતુ ચૂંટણી પાછી ઠેલાવી શકાતી નથી રાજય સરકાર પણ કેન્દ્ર સરકારના નકશેકદમ પર આગળ ચાલી રહી છે.આગામી જવાબદારી લોકોના શીરે ઠોકી બેસાડી દેવામાં આવે છે. અને આકરા નિયંત્રણો મૂકવામાં આવી રહ્યા છે. રાજકીય નેતાઓ આગેવાનો કે કાર્યકરો મોઢે માસ્ક ન પહેરેતો પોલીસ કશુ કરતી નથી પરંતુ સામાન્ય નાગરિકનું માસ્ક જો મોઢાથી થોડુ પણ નીચે હોયતો દંડ ફટકારવામાં આવે છે.

આજે સાંજે મળનારી કેબીનેટની બેઠકમાં રાજય સરકાર ફરી એક વખત પ્રજા પર આકરા નિયંત્રણોનો કોરડો વીંઝશે તે ફાઈનલ મનાઈ રહ્યું છે.ગુજરાત સરકારના મંત્રી મંડળની બેઠક દર બુધવારે સવારે મળતી હોય છે. પરંતુ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સુરતમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે મંત્રી મંડળની બેઠક સવારના બદલે સાંજે મળશે.ર ાજયમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો થઇ રહ્યો હોય રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રિ કરફયુની સમય અવધીમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજની કેબિનેટ બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વાયબ્રન્ટ સમિટના મુદ્દે ચર્ચાઓ થશે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સુરતમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની પ્રિ. ઇવેન્ટની વિવિધ ગ્રોથ ફોર ટેકસટાઇલ સમિટમાં ભાગ લેવાના છે. જેના કારણે તેઓ સવારના સમયે ગાંધીનગરમાં હાજર ન હોય દર બુધવારે સવારે મળતી કેબિનેટની બેઠક આજે મુખ્યમંત્રીની વ્યવસ્તતાના કારણે સાંજે પાંચ વાગ્યા મળશે.

આજે સાંજે મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં મળનારી કેબીનેટની બેઠક રાજયમાં જેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસ અને સંક્રમણને રોકવા માટે આગામી દિવસોમાં શું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આગામી 10 થી 1ર જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ સમિટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા વાયબ્રન્ટ સમિટ યોજવી કે મુલત્વી રાખવી તે અંગે પણ સરકાર અવઢવમાં છે કોરોનાના કેસમાં વધારો થતા રાજય સરકારે ગત રપમી ડિસેમ્બરે તાત્કાલીક અસરથી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને. ગાંધીનગરમાં રાત્રી કરફર્યુ  જે રાત્રિના 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી હતો તે વધારીને  રાત્રિના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. બે દિવસમાં જે કેસ બમણાથી પણ વધુ થઇ ગયા છે આવામાં આગામી 1લી જાન્યુઆરીથી મહાપાલિકામાં રાત્રિ કરફયુનો સમય 9 થી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

રાજયમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો હોય સરકાર દ્વારા આગામી દિવસોમાં કેટલાક આકરા નિયંત્રણો પણ મુકવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જે વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યાં સંક્રમણ વધે નહી તે માટે ખાસ પગલા લેવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.