સી.એમ.શેઠ પોષધશાળાના આંગણે સમુહ આયંબિલ તપ આરાધના સંપન્ન

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ

રાજાણી નગરી રાજકોટમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. શેઠ પૌષધશાળાના આંગણે ગોંડલ સંપ્રદાય પૂ. ધીરગુરુદેવ ના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા પૂ. રંભાબાઇ મહાસતીજીના સુશિષ્યાઓ સ્વાઘ્યાય પ્રેમી પૂ. વિમલાજી મહાસતીજી આદી ઠાણા-3 ના સાનિઘ્યમાં અપૂર્વશ્રુત આરાધિકા ભાવયોગિની પૂ. લીલમબાઇ મહાસતીજી ની સાતમી પુણ્યસ્મૃતિ અવસરે 60 આરાધકોએ સમુહ આયંબિલ તપ આરાધના કરવામાં આવેલ હતા.

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે પૂ. સાહેબજી (પૂ. લીલમબાઇ મહાસતીજી) એ 3ર આગમ ગુજરાતીમાં આગમ પ્રકાશન કરી ઇતિહાસ સજર્યુ હતું. આ સમુહ આયંબિલ તપ આરાધનામાં રોયલ પાર્ક મહિલા મંડળ, રોયલ પાર્ક પુત્રવધુ મંડળ વિ. બહેનો સક્રિય રહી ભારે જહેમત ઉઠાવેલ હતી.