Abtak Media Google News

આઈએએસ ઓફિસરોનાં પત્નિઓનું પ્રથમ વખત જાજરમાન આયોજન: અંજલીબેન રૂપાણીની પણ ઉપસ્થિતિ

ગુજરાતમાં નવરાત્રીનો પર્વ હર્ષોઉલ્લાસ સાથે ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગુજરાતની નવરાત્રી અન્ય રાજયોનાં લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અહીં વસતા અન્ય રાજયોનાં લોકો પણ આ નવરાત્રીમાં જોડાઈને રંગેચંગે તેની ઉજવણી કરે છે.

In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family

આવી જ રીતે ગુજરાતનાં ટોચનાં આઈએએસ અધિકારીઓની પત્નીઓનાં એસો. દ્વારા પ્રથમ વખત ગાંધીનગર ખાતે ગરબાનાં જાજરમાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં રાજયનાં ટોચનાં અધિકારીઓ પોતાનાં પરિવાર સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અંજલીબેન રૂપાણીની પણ ઉપસ્થિતિ રહી હતી.

In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family
In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family

ગુજરાતનાં આઈએએસ અધિકારીઓની પત્નીઓનાં એસોસીએશને ગાંધીનગર ખાતે નવરાત્રીનું આયોજન કર્યું હતું જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ધર્મપત્ની અંજલીબેન રૂપાણીની ખાસ હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંગીતા વાઘેલા, મિનાસિંઘ, જયોત્સના જોષી, પુનમ દયાની તથા મોસાર્રત હૈદર સહિતએ કર્યું હતું.

In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family
In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family
In-Gandhinagar-The-Top-Officials-Of-The-State-Wandered-With-The-Family
in-gandhinagar-the-top-officials-of-the-state-wandered-with-the-family

આ કાર્યક્રમમાં રાજયનાં મુખ્ય સચિવ જે.એન.સિંગ, પોલીસ વડા શિવાનંદ ઝા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈએએસ અધિકારી અંજુ શર્મા, ઈન્ડેકસ બીના મેનેજીંગ ડાયરેકટર નિલમ રાની, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સંગીતાસિંગ, વાહન વ્યવહાર નિગમનાં મેનેજીંગ ડાયરેકટર સોનલ મિશ્રા, આરોગ્ય સચિવ જયંતી રવિ, મિનાસિંઘ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીનાં સીઈઓ અનુરાધા મલ, આઈપીએસ અર્ચના શિવહરે, ક્રાઈમ બ્રાંચનાં સ્પેશિયલ કમિશનર અજય તોમર, બંદર-ટ્રાન્સપોર્ટનાં સચિવ સુનયના તોમર, ઉધોગ પ્રવાસન સચિવ મમતા વર્મા, મમતા અગ્રવાલ, અંજુ શર્મા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ઉપસ્થિત અનેક લોકો મન મુકીને ગરબે રમ્યા હતા. આમ ગુજરાતનાં ટોચનાં અધિકારીઓએ તેમનાં પરિવાર સાથે ગરબાની રમઝટ માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.