Abtak Media Google News

ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના તળાવમાં ડુબી જતાં બે સગા ભાઇ સહિત ચાર બાળકોના ઉંડી પાણીમાં ડુબી જતા ચારેયના મોત નીપજ્યા છે. પોલીસે તરવૈયાની મદદથી ચારેય મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. નાના એવા ગામમાં એક સાથે ચાર બાળકોના મોતથી અરેરાટી સાથે શોક છવાયો છે.

સગા બે ભાઇ સહિત ચારના એક સાથે મોત થતા નાના એવા ગામમાં અરેરાટી સાથે શોક

ગારિયાધારના મોટી વાવડી ગામે રહેતા મીત શંભુભાઇ ખોખાણી  ધો-9, તરુણ શંભુભાઇ ખોખાણી ધો-6, જયેશ ભુપતભાઇ કાકડીયા ધો-9, મોન્ટુ હિમતભાઇ ભેડા ધો-11 મા અભ્યાસ કરતા  ચાર બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા જતા ડૂબી જતા ચારેયનાં મોત.

એક સાથે  ચાર બાળકો ડુબી જતા પંથકમાં એરેરાટી વ્યાપી જવા પામી. બાળકો ડુબી ગયાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા. ધટનાની જાણ થતા ગારીયાધાર મામલતદાર પી એસ આઇ પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા. ચારેય બાળકોના મ્રુતદેહને બહાર કાઢી ગારીયાધાર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ અર્થે  ખસેડવામા આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.