ગુરૂ દક્ષિણામાં શિષ્યાએ ગુરૂને આપ્યું મોત… રાજૂલાનાં ખાખબાઈ આશ્રમના સાઘ્વી તીક્ષ્ણ હથિયારો વડે હત્યા

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

રાજુલાના ખાખબાઇ ગામ પાસે આવેલા આશ્રમના સાઘ્વી ગુરુને તેના જ શિષ્યએ જુના ઝઘડાનો ખાર રાખી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી બસમાં બેસી નાશી ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહીતી મુજબ રાજુલાના ખાખબાઇ ગામના માર્ગ પર નમો નારાયણ આશ્રમના રેખાગીરી મેર નામના સાઘ્વી સાંજના સમયે આશ્રમ હતા ત્યારે તેના જ શિષ્ય અરવિંદભાઇ ગોબરભાઇ ડાભીએ આવી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી બસમાં બેસી નાશી ગયો હતો.

ગુરૂ-શિષ્ય વચ્ચેના ઝઘડાનો કરૂણ અંજામ:
તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી: શિષ્યની શોધખોળ

બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે સાઘ્વી સાથે 10 દિવસ પૂર્વે શિષ્ય અરવિંદને કોઇ બાબતે ઝઘડો થયો હતો ત્યારે તે આશ્રમ મૂકીને ચાલ્યો ગયો હતો જેમાં બાદ ગઇકાલ સાંજના આશ્રમે ધસી આવ્યો હતો અને સાઘ્વી પર તીક્ષ્ણ હથીયાર વડે તૂટી પડયો હતો. અને સાઘ્વીને મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાશી ગયો હતો. પોલીસ તપાસ અનુસાર આરોપીએ હત્યા નિપજાવીને બસમાં બેસીને ત્યાંથી નાશી ગયો હતો જેથી તે દીશામં તપાસ હાથ ધરી છે.