Abtak Media Google News

લેડીઝ માટે મહેંદી, ટેટુ તથા જેન્ટસ માટે ટેટુ સ્પર્ધા યોજાઇ: કુર્તા તથા કોટીની થીમ પર ખેલૈયાઓ સજી ધજીને આવ્યા

જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર આયોજનને દિવસે ને દિવસે બહોળી પ્રસિધ્ધી મળી રહી છે. આ સુંદર આયોજનને હવે કોઈ ઓળખાણની આવશ્યકતા નથી.

તા.29 ને ગુરુવારનાં રોજ ચોથા નોરતે રઘુવંશી સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં રઘુવંશી સમાજના સર્વ  રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ ભાજપ કાર્યાલય પરિવારનાં અનીલભાઈ પારેખ, કોર્પોરેટર  મનીષભાઈ રાડીયા, ભાજપ અગ્રણી પ્રતાપભાઈ કોટાક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો. ચોથા નોરતે યલો કલર ઓફ ધ ડે ની થીમ ઉપર સમગ્ર ગ્રાઉન્ડમાં સોનેરી માહોલ જોવા મળી રહ્યો હતો.

Screenshot 12 4

જૈનમ નવરાત્રીના ચોથા નોરતે જૈનમ્ નવરાત્રી મહોત્સવને માણવા માય એફ એમનાં ફેમસ આર.જે. રવિ, એચ.જે. ઈન્ડસ્ટ્રીઝનાં ફાયનાન્સ મેનેજર  ભરતભાઈ દોશી, ડો.વલ્લભભાઈ કથીરીયા, ર્સ્ટલીંગ હોસ્પિટલનાં કાર્ડીયોલોજીસ્ટ ટીમ ડો.ચીંતન મહેતા, ડો.રવિ ભોજાણી, ડો.મનદીપ ટીલાળા, ડો.પાર્શ્ર્વ વોરા,  સિઘ્ધી હોન્ડાનાં ભાવિકભાઈ, અતુલભાઈ શેઠ, કેયુરભાઈ વોરા, સી.પી. દલાલ  સહીતનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ખાસ જર્મનીથી પધારેલ વિદેશી મહેમાનોએ પણ જૈનમ નવરાત્રીને ખૂબ માણ્યો હતોે અને ખૂબજ પ્રભાવિત થયા હતાં.

ચોથા નોરતે જૈનમ દ્વારા મહેંદી ટ્ેટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કોમ્પીટીશનના જજ તરીકે   મનિષભાઇ શાહ તથા   ભાવનાબેન મનિષભાઇ શાહ એ સેવા આપી હતી. આજની કોમ્પીટીશનના વિજેતાઓને   વત્સલભાઇ ગાંધસ તથા  આરોહી વત્સલભાઇ ગાંધી ના હસ્તે ઇનામોથી નવાજવામાં આવ્યા હતાં. ઉપરાંત દરરોજ ખેલૈયાઓ વચ્ચે ચાર લકકી ડ્રો કરવામાં આવેલ. જેના વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ હતાં.

જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, શીતલબેન કારીયા, ઈશાનભાઈ કથરાણી, માલાબેન કુંડલીયા વિ. એ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.