Abtak Media Google News

જામનગરમાં શ્રાવણી લોકમેળામાં રાઇડસનું ગઈકાલે કમિટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે ગુરૂવારના તેઓ લાયસન્સ માટેની વિચારણા હાથ ધરશે પરંતુ ગુરૂવારના મેળાનું ઉદ્દઘાટન છે ત્યારે યાંત્રીક રાઇડસના મામલે હજુ પણ અસમજસની સ્થિતિ બનેલી છે.

અમદાવાદમાં કાંકરિયામાં ગત તા.૧૪/૭/૨૦૧૯ ના એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડસ તૂટી પડવાની ઘટનાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા લોકમેળામાં આવતી રાઇડસની તાંત્રીક નિરીક્ષણ અને પરિક્ષણ કરવા કમીટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના સભ્ય દ્વારા બુધવારના રંગમતી-નાગમતી ના પટમાં આવેલા મેળાને યાંત્રીક રાઇડસ તેમજ પ્રદર્શન મેદાનમાં આવેલી યાંત્રીક રાઇડસની ચકાસણી કરવામાં આવી હતી અને તમામ મુદાઓ ઝીણવટભર્યા તપાસયા બાદ તેની નોંધ કરવામાં આવી હતી. હવે ગુરૂવારના કમિટી લાયસન્સ આપવું કે કેમ તેનો નિર્ણય કરશે. અત્રે ઉલ્લેખનીય છેકે, યાંત્રીક રાઇડસો ૩૦ જેટલી છે પરંતુ લાયસન્સ મેળવવા માટે અરજી ફકત ૮ લોકોએ કરી છે ત્યારે બાકીની રાઇડસનું શું તે મોટો પ્રશ્ન છે. બીજી બાજુ ગુરૂવારે મેળાનું ઉદ્દઘાટન થવાનું છે છતાં હજુ પણ લાયસન્સના ઠેકાણા ન હોય,રાઇડસ મામલે અવઢવની સ્થિત બની છે.

યાંત્રિક રાઇડસના લાઇસન્સ મેળવવા માટે જે લોકોએ અરજી કરી છે તે રંગમતી-નાગમતી અને પ્રદર્શન મેદાનના આઠ રાઇડસની બુધવારના તપાસણી કરવામાં આવી છે, જરૂરી સુચનાઓ આપવામાં આવી છે તેમજ લાયસન્સ અંગેનો નિર્ણય આજેલેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.