Abtak Media Google News

પોલીસે હવસખોર ઢગાને પકડી પાડીને જેલહવાલે કર્યો

જામકલ્યાણપુર તાલુકાનાં જામરાવલ ખાતે એક ૧૪ વર્ષની બાળકી સાથે પરણિત પુરુષ દ્વારા દુષ્કર્મ આચરતી ઘટનાએ સમગ્ર જામરાવલ પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ શખ્સે એક મહિનામાં ચાર વાર દુષ્કર્મ કર્યું હોવાનું ખુલ્યું છે.

આ બનાવ ની વિગત જોઈએ તો જામ રાવલ ખાતે મુળ પોરબંદર ના ભેટકડી નો વતની જામ રાવલ મા અડવાણા રોડ પર ગુરુકૃપા ટ્રેક્ટર પાર્ટ નામની દુકાન ચલાવતો જયમલ કેશવ કારવદરા તેની દુકાનના રસ્તે થી ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની ગરીબ પરિવારની બાળકી અભ્યાસ અર્થે  શાળાએ જવા કાયમી આ રસ્તેથી નીકળતી હોય આ કુમળી બાળકી પર હવસ મા હેવાન બનેલો જયમલ કેશવ કારાવદરા એ આ સગીરા ને ડર નો ડોઝ આપી બાળકીને પોતાની દુકાનમાં બોલાવી હવસનો ખેલ  ખેલ્યો હતો અને દુષ્કર્મ આચર્યા બાદ માસૂમ બાળકીને એટલી ધમકાવી હતી કે  બાળકી તેના વિરુદ્ધ કાંઈ બોલી શક્તિ પણ ના હતી આ સમગ્ર ઘટના સામે ત્યારે આવી જ્યારે તા.૩૧ ના રોજ જ્યારે આ માસૂમ બાળકી શાળાએ જતી હતી ત્યારે જયમલે તેને દુકાને બોલાવી અડપલા શરૂ કરતાં આસપાસના લોકોને ખબર પડતાં લોકો એકઠા થયા હતા અને  ઉહાપોહ મચી જવા પામ્યો હતો અને આખરે આ નારાધામના પાપનો ઘડો ફૂટ્યો હતો સાથે આ આખો મામલો બહાર આવ્યો હતો.

બાળકીને પરિવારજનો તેમજ લોકોએ ત્યાંથી છોડાવી હતી અને  બાળકીએ પોતાના પરિવારને ચોધાર આંસુએ તમામ આપવીતી વર્ણવતા ગરીબ પરિવાર પર આભ ફાટ્યું હતું અને ગરીબ પરિવારે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા પોલીસે આ નરાધમને મિનિટોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું અને આરોપી જયમલ કેશવજી કારાવદરાએ ચાર વખત આ બાળકી સાથે દુષ્કર્મ કર્યા હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે પોલીસે  આરોપી જયમલ કેશવજી કારાવદરા વિરુદ્ધ પોકસો એક્ટ સહિત  વિવધ કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીનો અન્ય કોઈ ગુન્હાહિત ઇતિહાસ છે કે કેમ તે સહિતના તમામ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે અને બાળકીને મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.