Abtak Media Google News

જૂનાગઢના ભેજાબાજે લોભામણી સ્ક્રીમમાં રોકાણની લાલચ આપી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર ખાતામાં બદલવાના બહાને ઓનલાઈન વ્યવહાર કરી છેતરપીંડી આચરી

મૂળ જેતપૂરના વતની અને હાલ સાઉથ અમેરીકામાં રહેતા એનઆરઆઈ સાથે જૂનાગઢની ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજરે રોકાણ કરવાના બહાને વિશ્વાસ કેળવી રૂ.૧.૭૧ કરોડની રકમની છેતરપીંડી કરી ઠગાઈ કરતા જેતપૂર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 4

બનાવ અંગેની વિગત મુજબ જેતપૂર બાવાવાળા પરા જિણાબોખાના કુવો શેરી ૬માં રહેતા અને હાલ ૧૪ વર્ષથી સાઉથ અમેરિકામાં વસવાટ કરતા અને હાલ અમદાવાદ સ્થાઈ થયેલા સોહિલ કુમાર પ્રવિણભાઈ ચોવટીયા ઉ.૪૦ નામના પટેલ યુવાને જેતપૂર સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને અગાઉ જૂનાગઢની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમા આસી. મેનેજર તરીકે નોકરી કરતો પરેશ મોહનભાઈ મેનપરા નામના પટેલ શખસએ લોભામણી સ્ક્રીમમાં રોકાર કરવાની લાલચ આપી સોહિલભાઈના પત્ની મનિષાબેનના નામે બીરલા સન લાઈફ મ્યુચ્યુઅલમાં અલગ અલગ સમયે અલગ અલગ રકમનું કુલ રૂ.૧.૭૧ કરોડનું રોકાણ કરાવ્યા બાદ સોહિલ ભાઈની પત્ની મનિષાબેનના બેંક એકાઉન્ટમાં અગાઉ તેનાભાઈનો મોબાઈલ નં. હોય જે બદલાવવાના બહાને પરેશ પટેલને લલચાવી ફોસલાવી વિશ્ર્વાસ કેળવી ઓનલાઈન વ્યવહારો કરી રૂ.૧.૭૧ કરોડ પોતાનાખાતામાં જમા કરાવી લઈ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરી ઠગાઈ કરતા જેતપૂર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવના પગલે પીએસઆઈ એસ.આર. ખરાડીએ એનઆરઆઈ ની ફરિયાદ નોંધી જૂનાગઢ ભેજાબાજ શખ્સની શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.