Abtak Media Google News

ઝડતી સ્કોર્ડની તપાસમાં મોબાઈલ મળી આવ્યા: અનેક સામે શંકાની સોય

રાજ્યની ઝડતી સ્કોડે જુનાગઢની જિલ્લા જેલમાંથી  એકી સાથે 8 મોબાઈલ પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસમાં ગુન્હો નોંધાતા પ્રતિબંધિત એવા આ મોબાઇલ જેલમાં ક્યાંથી આવ્યા ? કોના દ્વારા આવ્યા ? અને તેનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવતો હતો ? જે સહિતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

અમદાવાદની ઝડતી સ્કોડની ઝડતી દરમિયાન જૂનાગઢ જીલ્લા જેલના કોઇ અજાણ્યા કેદી દ્વારા જેલ પ્રતિબંધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અન-અધિક્રુત ચાલુ હાલતમા એંડ્રોઇડ મોબાઇલ ફોન નંગ 3 તથા ચાલુ હાલતમા કિપેડ વાળા મોબાઇલ ફોન નંગ  5 તેમજ સિમ કાર્ડ નંગ- 2 વાળા મળી આવતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેલર ગૃપ-2, ઝડતી સ્કવોર્ડના દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા દ્વારા એ ડિવિઝન સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

જુનાગઢ જેલમાંથી હજુ તાજેતરમાં જ પ્રતિબંધિત મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે ફરી એક વખત એક સાથે 8 મોબાઇલ મળી આવતા જિલ્લા જેલ સામે પણ અનેક સવાલો ખડા થયા છે,

જો કે, રાજ્યની ઝડતી સ્કોડે જુનાગઢની જિલ્લા જેલમાંથી  એકી સાથે 8 મોબાઈલ પકડી પાડતા, પ્રતિબંધિત એવા આ મોબાઇલ જેલમાં ક્યાંથી આવ્યા ? કોના દ્વારા આવ્યા ? અને તેનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવતો હતો ? જે સહિતની તપાસ જુનાગઢ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.