Abtak Media Google News

૧૨૦૦થી વધુ વાર રજૂઆત છતા માંગ ન સંતોષાતા અનોખો પ્રયોગ

બેની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા: પ્રદેશ કોંગ્રેસનું રેલીને સમર્થન

પેન્શન સહિતના બાર જેટલા લાભોની માંગણી: આવેદન પાઠવાયું

જુનાગઢ દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દંડવત રેલી યોજી અને સરકારમાં બેઠેલા સહિતના ૧૮૨ ધારાસભ્યોને કલેકટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં દિવ્યાંગોને પેન્શન સહિતના વિવિધ બાર જેટલા  લાભો આપવા માટે માંગણી કરવામાં આવી હતી રેલી દરમિયાન બે દિવ્યાંગોની તબિયત લથડતા તેમને સારવાર માટે  હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા તેમજ આ  રેલીને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી   શહેર પ્રમુખ અમિત પટેલ સહિતનાઓએ સમર્થન આપી રેલીમાં જોડાયા હતા અને દિવ્યાંગોની માંગણી સ્વીકારવામાં આવે તે માટે વધુ એક આવેદન પત્ર આપ્યું હતું

Img 20200312 174326

આ રેલી કાળવા ચોક થી લઈ કલેકટર કચેરી સુધી પહોંચી હતી જ્યાં દિવ્યાંગોએ પોતાની બાર માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું દિવ્યાંગ અધિકાર મંચ ના પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ ની આગેવાનીમાં તેમના જણાવ્યાનુસાર આજ સુધી અધિકારીઓ અને પદાધિકારીઓ પાસે ૧૨૦૦ થી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે છતા આજ દિવસ સુધી  કોઇપણ પ્રકારની માંગણી સંતોષવામાં આવી નથી  તેમની માંગણીઓ માંથી મુખ્ય માંગણી દિવ્યાંગોને રૂપિયા ૫,૦૦૦ પેન્શન મળવું જોઈએ, જે પરિવારમાં દિવ્યાંગ હોય તે પરિવારને બી. પી.એલ.કાર્ડની ૦ થી ૧૬ ની કેટેગરીમાં સમાવેશ કરવો, સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે કોમ્પ્યુટર ઓપરેટર જેવી જગ્યાઓ રિઝર્વ રાખવી, કોન્ટ્રાક્ટ બેઝ કે ફિક્સ પગારમાં દિવ્યાંગોને નોકરી આપવાના બદલે કાયમી તેમજ પુરતા વેતન સાથે નોકરી આપવી, ગુજરાતમાં વસતા ૧૧ લાખ ૮૦ હજાર જેટલા દિવ્યાંગો સાથે ભારતભરના ૭.૫ કરોડ દિવ્યાંગોને પંચાયત થી લઈને પાર્લામેન્ટ  સુધી પ્રતિનિધિત્વ મળવું જોઈએ, દિવ્યાંગોને ૨ એકર જેવી જમીન આપવી, વ્યવસાય માટે સરકારી યોજનાઓની લોન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવી, તેમજ દરેક લોન ૫૦% જેવી સબસીડી થી ઉપલબ્ધ થાય આ ઉપરાંત ભારતના દરેક રાજ્યમાં દિવ્યાંગ નિગમની સ્થાપના કરવી, જેનાથી દિવ્યાંગોને સીધા ધિરાણ નો લાભ મળી શકે દિવ્યાંગોને રહેણાક લાઈટબીલમાં ૫૦% જેવી રાહત આપવી,સહિતની ઉપરોક્ત તમામ માગણીઓ આવેદનપત્રમાં આવરી લેવામાં આવી હતી

5.Friday 1

આગામી સમયમાં આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિવ્યાંગ અધિકાર મંચ વિધાનસભામાં જઇ ઘેરાવ કરવા સાથે ઉગ્ર લડતના મંડાણ કરવાની ચીમકી મંચના આગેવાનોએ ઉચ્ચારી હતી  સાથે સાથે જે રાજકિય પક્ષ તેમને મદદ કરવામાં સાથે રહેશે તેમની સાથે દિવ્યાંગ અધિકાર મંચ આવનારી દરેક ચૂંટણીઓમાં સાથે રહેશે કેવું પણ મંચના આગેવાનોએ જણાવ્યું હતું રેલી દરમિયાન બે દિવ્યાંગોની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા  સાથે સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ પણ દિવ્યાંગોને સમર્થન આપતા જણાવ્યું હતું કે આજે વિકલાંગો ના પડતર પ્રશ્નોને લઇને તેમને સરકાર દ્વારા સુવિધા મળવી જોઈએ જેને અનુસંધાને ગુજરાત ના તમામ વિકલાંગ લોકો એ આજે રેલી યોજી છે

હાલ ગુજરાત સરકાર થી વિકલાંગ અને દિવ્યાંગ ખૂબ દુ:ખી છે.આજે કોંગ્રેસ દ્વારા તેમને ખુલ્લુ સમર્થન આપવામાં આવે છે અને જો આવનારા દિવસોમાં વિકલાંગોની માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવું પડેશે તો કોંગ્રેસ પાર્ટી તેમના સમર્થન માં છે ગુજરાતભરના વિકલાંગો આજે જૂનાગઢમાં એકઠા થઇ અને પાંચ કિલોમીટર થી પણ વધારે ચાલી ને  મોટી રેલી કાઢી અને કલેકટર ઓફિસ પહોંચ્યા ત્યારે બે વિકલાંગો તબિયત લથડતાં એમને હોસ્પિટલે એડમિટ કરવા પડ્યા છે તો તેમની સંપૂર્ણ જવાબદારી સરકાર અને અધિકારીઓની છે એમને કંઈ પણ થશે તો એની જવાબદાર સરકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.