Abtak Media Google News

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન સવારથી જ શરુ થઈ ચુક્યું છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે જઈ રહ્યા છે. બનાસકાંઠાના મીઠાવિચારણા ગામમાં EVM બગડવાની સમસ્યા આવી હતી તો વહેલી સવારે અરવલ્લીમાં પણ EVM બગડવાની સમસ્યા સામે આવી હતી. ત્યારે ત્યાં કાલોલમાં પાલિકા પ્રમુખ અને ચૂંટણી અધિકારી વચ્ચે બબાલ થઈ હતી.

મળતી આ ઘટના અમદાવાના કલોલની છે શાળા નંબર નવ, ત્રણ આંગળી સર્કલ પાસે પાલિકા પ્રમુખે ફરજ પરના ચૂંટણી અધિકારીને મતદાન ધીમીગતિએ થઈ રહ્યું છે. તેવું કહેંતા ચૂંટણી અધિકારી અને પાલિકા પ્રમુખ બોલાચાલી ઉગ્ર બની હતી.

> બનાસકાંઠા: મીઠાવિચારણા ગામમાં EVM બગડયું
> ખેડા: કઠલાલના છીપીયાલમાં EVM બગડ્યું
> મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામે EVM મશીન બગડયું, 2 વાર મશીન બદલવામાં આવ્યું છતાં મતદાન શરૂ ન થતા મતદારોમાં રોષ
> વડોદરાના પાદરામાં મતદાન મથક 101 પર EVM મશીન ખોટકાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.