Abtak Media Google News

આગામી તા.૧૬ જુલાઇી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ નાર છે, જે અંતર્ગત રાજયના ૯ માસી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી સુરક્ષિત કરવામાં આવશે. મિઝલ્સ અને રૂબેલા વાઇરસી તી બિમારી છે.

સમગ્ર ભારત દેશમાં મિઝલ્સની બિમારીને કારણે અંદાજીત ૪૯,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે, જ્યારે રૂબેલાની બિમારીને કારણે અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકો જન્મજાત ખોડખાંપણનો ભોગ બને છે. મિઝલ્સને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી ખછ (મિઝલ્સ રૂબેલા) રસીકરણ ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૬ જુલાઇ ૨૦૧૮ ી ખછ (મિઝલ્સ રૂબેલા)  રસીકરણ અભિયાન શરૂ નાર છે,

જે અંતર્ગત ૯ માસી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જામખંભાળીયા તાલુકામાં પણ અંદાજીત ૮૦,૧૯૪ બાળકોને આ રસી દરેક સરકારી અને ખાનગી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય કેન્દ્રો ખાતે મુકવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત ખંભાળીયા તાલુકાના આરોગ્ય કાર્યકર, આંગણવાડી બહેનો અને તમામ શાળાના આચાર્ય અને શિક્ષકોની તાલીમ પુર્ણ કરવામાં આવેલ છે.

આ રસીકરણ અભિયાન અંતર્ગત કોઇ પણ જાતની અફવા પર ધ્યાન ના આપવું અને જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. જામખંભાળીયા તાલુકાના દરેક કુટુંબને પોતાના ૯ માસી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને આ અભિયાન અંતર્ગત મિઝલ્સ રૂબેલાની રસીનું ઇન્જેકશન જરૂરી મુકાવી આ અભિયાનને સફળ બનાવવા ખંભાળીયા તાલુકા હેલ્ ઓફિસર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.