Abtak Media Google News

લગ્નના વરઘોડામાં ભૂરાટા આખલાએ આઠને ઘાયલ કર્યા’તા 

ખંભાળીયામાં આખલા યુધ્ધથી અનેકના હાડકા ભાગ્યા છે. અને અનેક ઘાયલ થયા છે. પણ સ્થાનીક તંત્ર દ્વારા આખલા યુધ્ધ રોકવા કોઈ કામગીરી કરાતી નથી.ખંભાળીયામાં આખલા યુધ્ધ ચારે તરફ થવાથી બે રાહદારીના મોત નિપજવા સાથે અસંખ્ય રાહદારીઓ ને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાના અનેક કેસ બન્યા છે. તાજેતરમાં લગ્નના વરઘોડોમાં આખલો ભૂરાટો થતા આઠને ઈજા થઈ હતી અહી શેરી ગલીઓમાં વારંવાર આખલા યુધ્ધનો આતંક વારંવાર જોવા મળે છે.

દિન પ્રતિદિન રેઢીયાળ ઢોરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.જેમાં આશ્ર્ચર્યની વાત એ છેકે રેઢીયાળ ગાયોની સંખ્યા છે. એટલા પ્રમારમાં નાના મોટા વાછરડા આખલા અને ખૂટીયા છે જે બે પાંચ કે ટોળાની સંખ્યામાં ચારે તરફ વિહરતા હોય છે.આખલાઓ વારંવા ઝગડે છે જેને છોડાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે લાકડી ગેડા ફટકારવામાં આવે છે. પથ્થરોના ઘા ઝીંકવામાં આવે તો પણ યુધ્ધ કરતા આખલાવિખુટા પડતા નથી.

પરસ્પર મ્હાત કરવા એક બીજાના માથાઓ ટકરાવી આગળ પાછળ દોડતા હોય જેથી આંઘડી દોટ મૂકવાથી ભાન ભૂલેલા ખૂંટીયા વચ્ચે આવતા તમામ સાધનોનો ખુડદો બોલાવીદે છે જેના કારણે અત્યાર સુધીમાં બે વ્યકિતના મોત નિપજયા હતા જયારે અસંખ્ય વ્યંકિતઓ ઈજા થતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

તાજેતરમાં સલાયા ગેઈટ માર્ગ પરથી પસાર થતા લગ્નના વરઘોડા દરમ્યાન એક ખૂટીયો ભૂરાયો થવાથી છ મહિલા અને બે બાળકોને હડફેટે લીધા હતા. ઈજાગ્રસ્ત પૈકી એકને જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામા આવેલ છે.ખંભાળીયા વિસ્તારમાં ઘણા મહિનાઓથી કોઈ મોટી સમસ્યા હોયતો આખલાઓની છે. છતા પણ સ્થાનિકથી માંડી ઉચ્ચ કક્ષા સુધી જવાબદારોના પેટનું પાણી હલતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.