Abtak Media Google News

પેટમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો

ગોંડલના કોલીથડ ગામે પરિવાર સાથે પેટીયું રળવા આવેલી સગીરાને પેટનો દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીને બે માસનો ગર્વ હોવાનું ખુલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યા મુજબ તેણીને તેના પ્રેમીએ જ ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધ્યપ્રદેશથી ગોંડલના કોલીથડ ગામે પરિવાર સાથે પેટીયું રળવા આવેલી 15 વર્ષની સગીરાને પેટનો દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા પોલીસ ચોપડે એમએલસી નોંધ જાહેર કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરા તેના માતા-પિતા સાથે ખેત મજૂરી અર્થે આવી હતી અને 15 દિવસથી તેના માતા-પિતા વતનમાં ગયા બાદ તેણી તેના માસી સાથે રહે છે અને તેણીની સાથે તેનો પ્રેમી પવન પણ ખેત મજૂરી માટે સાથે આવ્યો છે અને પ્રેમી પવન થકી જ સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.