Abtak Media Google News

૧૫૦ થી વધુ ખેડૂતોએ રોજ ૨૦ ટ્રેકટર અને ૧૦ ડમ્પરથી જમીનને નવસાધ્ય કરી

આગામી ત્રણ વર્ષમાં મોટા ફોફળિયા ગામના તળાવની જળ સંગ્રહ ક્ષમતા ૨.૮૦ લાખ ઘન મીટર કરાશે

Mota Fofdia Bhupendrabhai Vankar 5રાજ્ય સરકાર દ્વારા ચોમાસા પૂર્વે જળ સંચય અને જળ સંગ્રહ માટે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં તળાવો ઉંડા કરવા, નહેરોની સફાઇ, ચેક ડેમ ડીસીલ્ટીંગ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં સરકારની સાથે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ પણ ભાવિપેઢીને સમુધ્ધ જળવૈભવ વારસો આપવા માટે પ્રતિબધ્ધ બની છે. વડોદરા જિલ્લાના મોટા ફોફળિયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે ગામ તળાવ ઉંડા કરવાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

Ta Desar Trasiya And Vagpur 2        મોટા ફોફળિયામાં તળાવ ઉંડુ કરવાની કામગીરી દરમ્યાન ૮૦૦ વીઘા જમીનમાં ૧૫૦થી વધુ ખેડૂતોએ દરરોજ ૨૦ ટ્રેકટર અને ૧૦ ડમ્પરથી પોતાની જમીનમાં ફળદ્રુપ કાંપ પાથરી જમીનને નવસાધ્ય કરી છે. મોટા ફોફળિયા ગામ તળાવ ઉંડુ કરવામાં ૧૦ જેસીબી અને એક પોકલેન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Ta Desar Trasiya And Vagpur 3        શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ પટેલે એક મુલાકાતમાં જણાવ્યુ કે મોટા ફોફળિયા ગામનું તળાવ ૬૦ વીઘા વિસ્તાર ધરાવે છે. વર્ષે ૨૦૦૨-૦૩માં જમીન વિકાસ નિગમ અને ગ્રામજનોના સહયોગથી આ તળાવ ઉંડુ કરવામાં આવ્યુ હતું જેમાંથી આશરે ૪૦ હજાર ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યુ હતું. અને ૮૦ હજાર ઘન મીટર પાણીની જળ સંગ્રહ ક્ષમતા હતી. જેને પરિણામે અગાઉ ૨૦૦૧ના વર્ષમાં ભૂગર્ભ જળ ૧૮૦ ફૂટથી ઘટીને ૧૨૦ થી ૧૪૦ ફૂટ સુધી ઉંચા આવ્યા હતા. અગાઉ ગામમાં પીવાના પાણીમાં ટીડીએસ ૧૭૦૦ થી ૨૦૦૦ એમજીલીટર હતી જે ઘટીને વર્ષ ૨૦૦૨-૦૩માં ૮૦૦ થી ૧૦૦૦ એમજીલીટર થઇ હતી.

Ta Desar Trasiya And Vagpur 5        સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯માં ૨ થી અઢી મીટર તળાવ ઉંડુ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેને પરિણામે ૭૫ હજાર ઘન મીટર ફળદ્રુપ માટીનું ખોદકામ કરવામાં આવશે. આ માટી ખેડૂતો પોતાના ટ્રેકટરો દ્વારા ખેતરોમાં પાથરી રહ્યા છે જેને કારણે જમીનની ફળદ્રુપતા વધશે અને પાક ઉત્પાદનમાં વધારો થશે.

Ta Desar Trasiya And Vagpur 13        શ્રી જીતેન્દ્રભાઇ જણાવે છે કે ગામ તળાવ ઉંડુ થતાં આ વર્ષે ચોમાસામાં ૧.૬૦ લાખ ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા થશે અને ગામ તળમાં કુવા તથા બોરના પાણી ૧૦૦ થી ૧૨૦ ફૂટે મળશે. જેને પરિણામે પીવાના પાણીમાં અગાઉ ૧૭૦૦ થી ૨૦૦૦ TDS ની માત્રા હતી તે ઘટીને હવે માત્ર ૫૦૦ થી ૬૦૦ TDS માત્રા થશે અને પીવાના પાણીની ગુણવત્તા સુધારતાં ગ્રામજનોનું આરોગ્ય પણ સચવાશે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આગામી ત્રણ વર્ષ સુધી તળાવ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવશે જેને પરીણામે તળાવની જળ સંગ્રહ ક્ષમતા ૨.૮૦ લાખ ઘન મીટર વધશે.

Ta Desar Trasiya And Vagpur 12        મોટા ફોફળીયામાં શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટે જળસંચય અભિયાનમાં સમગ્ર રાજ્યમાં નમૂનેદાર લોકસહયોગનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.