લીંબડીમાં મહિલાનું  ઢીમ ઢાળી  દેનાર પ્રેમી ઝડપાયો

મૃતક પત્નિના વીમાના પૈસા બાબતે ઝઘડો થતા મહિલાને મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

 

લીંબડીમાં  થોડા દિવસો પહેલા જ  પ્રેમીએ   પ્રેમિકાને   દારૂ પીવડાવી   મોતને ઘાટ ઉતાર્યાની ઘટના પોલીસમાં નોંધાઈ હતી. જેમાં પોલીસે પ્રેમી આરોપીને દબોચી લીધો છે.  પોલીસમાં પ્રેમીએ કબુલાત આપી હતી કે  તેેની મૃતક પત્નિના  વીમાના પૈસા  બાબતે ઝઘડો થતા મોતને ઘાટ ઉતારી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ  મ્રુતક મહિલા મધુબેન છેલ્લા થોડા વર્ષોથી તેના પ્રેમી રામજી ધના સોલંકી સાથે રહેતી હતી. આથી પોલીસે રામજી સોલંકીની આકરી પુછપરછ હાથ ધરી હતી.

રામજીની પહેલી પત્નિ થાડા વર્ષ અગાઉ ગુજરી ગઇ હતી જેના વિમાક્લેઇમના રૂપિયા આવ્યા હતા જે રૂપિયા બાબતે મધુબેન અને રામજી વચ્ચે બોલાચાલી થતી હતી આથી રામજી હવે તેની પ્રેમીકા મધુથી છુટકારો મેળવવા માંગતો હતો. અવારનવાર બન્ને વચ્ચે રૂપિયા બાબતે થતી બોલાચાલીથી રામજી કંટાળી ગયો હતો.

હત્યાના બનાવના દિવસે પણ આ જ બાબતે હાઇવે પરની એક હોટલ પાસે બોલાચાલી થઇ હતી અને જેમાં રામજી અને તેની પ્રેમીકા મધુ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી જે હોટલના સીસીટીવીમાં કેદ થઇ ગયું હતું. ત્યારબાદ ઘરે આવ્યા બાદ પણ રૂપિયા બાબતે ફરીવાર માથાકુટ થતાં બોલાચાલી થઇ હતી.

જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કે્રાયેલા પ્રેમી રામજીએ પથ્થરના ઘા માર્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આથી પોલીસે રામજી સોલંકીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.