Abtak Media Google News
  • ચોમાસા જેવા વાતાવરણ બાદ તુરંત જ અગનવર્ષા શરૂ, હાલ મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 સે.આસપાસ, હવે ગણતરીના દિવસોમાં જ તેમાં 2 સે.નો થશે વધારો

આકરા તાપ માટે હવે થઈ જાવ તૈયાર…ચોમાસા જેવા વાતાવરણ બાદ તુરંત જ અગનવર્ષા શરૂ થઈ છે. હાલ મોટાભાગના જિલ્લામાં તાપમાન 41 સે.આસપાસ રહ્યું છે, હવે ગણતરીના દિવસોમાં જ તેમાં 2 સે.નો વધારો થશે એટલે કે તાપમાનનો પારો 43 સે.થી વધી જશે.

ગુજરાતમાં કમોસમી જલવર્ષા સતત બે માસ ચાલતા ગરમીને બ્રેક લાગી ગઈ હતી અને અંતે હવે મોસમી અગનવર્ષા શરૂ થઈ છે. રાજકોટ,સુરેન્દ્રનગર,અમદાવાદમાં તાપમાનનો પારો ૪૧ સે.એ પહોંચ્યો છે.  અને હજુ આગામી ચાર દિવસમાં ૨થી ૩ સે.તાપમાન વધવાની આગાહી મૌસમ વિભાગે કરી છે. રાજ્યમાં ગઈકાલે 6 સ્થળોએ પારો 41સે.થી વધુ અને 9 સ્થળોએ 40  સે.થી વધુ નોંધાયેલ  છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી  ગરમીનું આક્રમણ તીવ્ર બનતું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે.  મે માસના પ્રથમ સપ્તાહમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થતો હોય  તે પ્રકારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ હતી.

આજે મંગળવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41 ડિગ્રી છે અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 27 %ની આસપાસ છે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 30% છે.

આજે મંગળવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી છે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 25 છે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી છે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી છે.

આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. મહેસાણામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 છે અને ન્યૂનતમ તાપમાન 26 છે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 છે. નવસારીમાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 27 છે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. પાટણમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. જ્યારે 29 % ભેજવાળુ વાતાવરણ છે.

પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. જ્યારે 60% ભેજવાળુ વાતાવરણ છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 37 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. જો વાત કરીએ વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 41 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.