Abtak Media Google News

બે મોટર સાયકલ સહિત ૬.૦૫ લાખનો મુદામાલ જપ્ત

મોરબી જીલ્લામાં લૂંટ અને ચોરીના ગુન્હાઓ નોંધાયા હોય જેની તપાસ ચલાવતા એલસીબી ટીમે લૂંટ અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી લઈને ૧૧૬ મોબાઈલ, ૨ મોટરસાયકલ સહીત ૬ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે

મોરબીના પાવડીયારી કેનાલ પાસે પરપ્રાંતીય યુવાનને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ લૂંટ તેમજ ટંકારાના મીતાણા નજીક પ્લાન્ટમાંથી ચાર મોબાઈલની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે ગુન્હાઓમાં સંડોવાયેલ ચાર ઈસમો બે મોટરસાયકલ પર મોરબીથી જેતપર રોડ તરફ ચોરીના મોબાઈલ વેચવા જતા હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને નવી પીપળી ગામ પાસેથી પસાર થતા ચાર ઇસમોને રોકી પૂછપરછ કરતા અને થેલો ચેક કરતા અલગ અલગ કંપનીના ૧૧૬ મોબાઈલ મળી આવતા સઘન પૂછપરછ ચલાવી હતી જેમાં આરોપીઓએ વિવિધ વિસ્તારમાં છરી બતાવી ધમકી આપી મોબાઈલ ફોન લૂંટ અને ચોરી કરતા જે ચોરીના મોબાઈલ તેઓ મજુરોને વેચતા હોવાની કબુલાત આપતા એલસીબી ટીમે આરોપી સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સોહિલ ઉર્ફે ભૂરો રસુલ હસન સુમરા, સતીષ ઉર્ફે વલીયો રમેશભાઈ ડેડવાણીયા અને સુરેશ ઉર્ફે સુરીયો અવચર જંજવાડીયા રહે બધા વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને વિવિધ કંપનીના મોબાઈલ નંગ ૧૧૬ કીમત રૂ ૫,૬૫,૫૦૦ અને બે મોટરસાયકલ કીમત રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૬,૦૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.