મુંબઇમાં ગેસ જેવા તીવ્ર ગળતરે લોકોમાં નાસભાગ મચાવી

મુંબઇના ચેમ્બુર, મનખુદે, ગોવંડી, ચાંદીવલી, પવઇ, ઘાટકોપર અને અંધેરીમાં તીવ્ર વાસની ફરિયાદથી બીએમસી અને ફાયર બ્રિગેડ તંત્ર દોડતું થયું

મહાનગરી મુંબઇમાં મોડી રાત્રે એકા એક તીવ્ર દુગંધ ફેલાઇ જતાં ગેસ ગળતરની આશંકાના પગલે ફાયર બ્રીગેડ તંત્ર (વાસ) ના મુળ સુધી પહોચવા માટે રીતસરના ધુમી વળ્યા હતા. રાત્રના ૧૦ વાગ્યા મુઁબઇના પરા વિસ્તારો સહીત ચાંદીવલી, ચેમ્બુર, મનખુદે, ગોવંડી, પવાઇ, કાંદીવલી, ઘાટકોપર અને અંધેરી વિસ્તારમાં ડીએમસી અગ્નિ શમનદળ અને અધિકારીઓએ સંભવિત ગેસ ગળતરના સ્ત્રોતની તપાસ માટે અડધું મુંબઇ ખોદી નાંખ્યું હતું.

મુંબઇના પશ્ચિમ અને પૂર્વના પરા વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે એકા એક તીવ્રવાસ ફેલાતા રાષ્ટ્રીય કેમીકલ ફર્ટીલાઇઝર પ્લાનમાં ચેમ્બુરના પરા વિસ્તારમાં ગેસ ગળતરની અફવાના પગલે ભારે દોડાદોડી  થઇ પડી હતી. જો કે શહેરના કોર્પોરેશન તંત્ર મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને પાછળથી ખાતરના પ્લાન્ટમાં લીકેજની કોઇ ઘટના ઘટી ન હોવાનું જાહેર કર્યુ હતું. ગુરુવારની રાત્રે ૧૦ વાગ્યે મુંબઇના ચેમ્બુર મનખુદે, ગોવન્ડી, ચાઁદીવલી, પવાઇ, ઘાટકોપર, અંધેરી અને પરા વિસ્તારમાં એકા એક ગેસ જેવી વાસ આવવાનું શરુ થયું હતું. નજીકના ખાતરના કારખાનામાં ગેસ વળતરની શકયતા અને અફવાથી લોકોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. જો કે તંત્ર તાત્કાલીક હરકતમાં આવી ગયું હતું. અને તપાસ બાદ સબ સલામતનું ધરપત અને અફવાઓથી ન દોડવા અપીલ કરી હતી.

મહાનગર ગેસ લિમીટેડને ગુરુવારના ૧૦ વાગ્યા પછી મુંબઇના વિવિધ વિસ્તારોમાં ગેસની વાસ સંબંધીત ફરીયાદો મળી હતી. કંપનીએ તાત્કાલીક મહાનગરમાં ગેસ પાઇપ લાઇન નેટવર્કની લીકેજ અંગેની તપાસ શરુ કરી હતી. પરંતુ કયાંક લીકેજ મળ્યું ન હતું. મહાનગર ગેસના પ્રવકતાએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાંથી દુર્ગધની ફરીયાદો મળી હતી ત્યાં તાત્કાલીક નિષ્ણાંતોની ટીમોએ પહોંચી જઇ તપાસ શરુ કરી હતી.

કોર્પોરેટને આ ગેસની દુર્ગધના મુળ સુધી પહોચવા માટે તાકીદે ૯ ફાયર ફાયટરોની ટીમને ચારે તરફ મોકલી ને તપાસ શરુ કરાવી હતી. પણ કયાંય વાંધાજનક મળ્યું ન હતું. બીએમસીની મતે ૧૯૬૧ હેલ્પ લાઇન ૫૮.૨૯ ફરીયાદો મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં એકા એક તીવ્ર દુર્ગધ ફેલાઇ રહી છે જો કે હવે તેમાં ઘટાડાના સમાચાર પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.

ભારતની આર્થિક મહાનગરી મુંબઇ ર૪ કલાક ધમધમતું અને ગેચ વસ્તી ધરાવતું શહેર હોય ત્યારે મોડી રાત્રે ૧૦ વાગ્યે એકા એક મુખ્ય શહેર અને પરા વિસ્તારોમાં ગેસ જેવી વાસ ફેલાવવાની ફરીયાદો મળતાની સાથે બીએમડી તાત્કાલીક હરકતમાં આવી ગયું હતું. અને અગ્નિશમન દળોને આ ભેદી વાસ સુધી પહોચવા કામે લગાડી દીધા હતા. આ વાસ રાષ્ટ્રીય કેમીકલ ફર્ટીલાઇઝર પ્લાન્ટ  કે જે ચેમ્બરના પરા વિસ્તારમાં આવેલી છે તેમાં ગેસ ગળતર ની હોવાની અફવા ફેલાઇ હતી. આ અફવાને પગલે શહેરની બ્રાહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તાત્કાલીક ખાતરના કારખાનામાં તપાસ કરી હતી. પરંતુ ત્યાં કંઇ વાંધા જનક મળ્યું ન હતું. આપણે ભૂતકાળમાં ભોપાલ ગેસ દુર્ધટનાના ચાર મળતા એક તબકકે તો તંત્ર હાફળુ ફાંફડ થઇ ગયું હતું. પરંતુ કોઇ વાંધાજનક દુર્ધટના સામે ન આવતા તંત્રએ હાશકારો લીધો પરંતુ મોટા પ્રમાણમાં  ફેલાયેલી આ દુર્ગધ હતી શેની? તેના પ્રશ્ન ઉકેલવા મથામણ થઇ રહી છે.