Abtak Media Google News
  • ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ ભર્યું પગલું

શહેરના જામનગર રોડ નજીક નાગેશ્વર સોસાયટીમાં રહેતા યુવકે માતા મુંબઈ જવાની ના કહેતા  ગળાફાંસો ખાઈ લીધો યુવકને તાત્કાલીક  સારવાર માટે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતો પાર્થ મનીષભાઈ જોષી નામના 24 વર્ષીય યુવકે ગળાફાસો ખાઈ લેતા,તેને સારવાર અર્થે સિવિલે ખસેડવામાં આવ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથધર્યું જેમાં પાર્થ જોષીની માતા જ્યોતિબેન જોષીએ પોતાના એકના એક પુત્રને મુંબઈ જવાની ના કહેતા યુવકને માઠું લાગી જતા પંખા સાથે ચાદર બાંધીને ગળાફાસો ખાધો છે.

યુવકની માતા પુત્રને જમવા માટે બોલાવવા ગયા ત્યારે આવો કરુણ નજારો જોયા બાદ આઘાતથી સ્તબ્ધ થઈ ચુક્યા. અને બાદ પરિવારને જાણ કરી, યુવકને તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પ્લાસ્ટિક વસ્તુઓની રિટેલ શોપમાં કામ કરતો અને એના માતાપિતાનો એક નો એક સંતાન છે.યુવકના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.