Abtak Media Google News

ટીવી જોવા આવેલી બાળકીને વાસનાનો શિકાર બનાવતા કામાંધની ધરપકડ

ભાવનગર શહેરમાં રહેતી વર્ષની બાળકી બાજુમાં એકલા રહેતા ૫૫ વર્ષના ઢગાને ત્યાં ટીવી જોવા જતી હતી તે દરમિયાન વારંવાર તેણી પર દુષ્કર્મ આચરતો હોવાની પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ઢગાને ઝડપી લોકઅપ હવાલે કર્યો હતો.

ભાવનગર શહેરમાં રહેતી માત્ર ૬ વર્ષની માસુમ બાળકી તેની બાજુમાં એકલો જ રહેતો અને મજુરી કામ કરતો ૫૫ વર્ષનો ઢગો અબુતાલીબ નુરમીયા (રહે. મોતીતળાવ, કુંભારવાડા)ને ત્યાં ટીવી જોવા જતી હતી ત્યારે તા.૨૦ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન તેને લલચાવી બારણા બંધ કરી તેની પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. જે બાબતની જાણ બાળકીની માતાને થતા તેણે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

જયારે આરોપી સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી લોકઅપ હવાલે કર્યો હતો. આ વિસ્તારમાં બનેલ આવી ધૃણાજનક ઘટનાથી લોકો આરોપી ઢગા સામે ફીટકાર વરસાવી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.