Abtak Media Google News

એ.સી.બી.માં થયેલી અરજીની તપાસના અંતે કૌભાંડનો થયો પર્દાફાશ: રાજકીય અને અધિકારીઓમાં દોડધામ

ઓખા નગરપાલિકાના અધિકારી તથા શૌચાલય નીમાર્ણ કરનામ મંડળ ટ્રસ્ટ વિરુઘ્ધ ઓખા નગરપાલિકા વિરૂ‚ઘ્ધ વ્યકિતગત શૌચાલય નિમાર્ણ યોજનામાં ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપવાળી અરજી લાંચ ‚શ્વત વિરોધી બ્યુરોના વડા કેશવ કુમાર તથા અધિક નિયામક હસમુખ પટેલને મળેલી જે અરજી ગંભીરતા જોતા જેમાં સરકારની આવી પ્રજાલક્ષી યોજનાનો લાભ મળુ પ્રજા સુધી નહીં પહોચવા દઇને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને પદાધિકારી એકબીજાના મેળાપીપણામાં સરકારએ પ્રજા હીત માટે ફાળવેલી નાણા ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરતા હોવાની હકીકત ઘ્યાને આવતા તુરંત જ એ.પી. જાડેજા મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ ના સીધા સુપરવીઝનમાં આ તપાસ સી.જે.સુરજા પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. દેવભૂમિ દ્વારકાને સોંપેલી.

ઓખા નગરપાલિકામાં શૌચાલય વિહોણા કુટુંબો ઓળખી કાઢવામાં આવેલ અને શૌચાલયની સવલત માટે સરકારશ્રી તરફથી પ્રથમ ‚રૂ. ૮૦૦૦/- લેખે અને ત્યારબાદ ‚રૂ.૧૨૦૦૦/- લેખે એક શૌચાલય બનાવવા રકમ ચુકવવા હુકમ થયેલો.

ઓખા નગરપાલિકાઓ દ્વારા શૌચાલય વિહોણા ૬૭૫૨ લાભાર્થીઓ શોધીકાઢીને તેઓને ત્યાં સરકારશ્રીના હુકમ અને નમુના મુજબના શૌચાલય બાંધવા માટે કામ સોંપવામાં આવેલું જેમાં ૪૦૦૩ શૌચાલય સરકારશ્રીના નીતી નિયમો અનુસાર બનાવેલા નહી હોવા છતાં સરકારશ્રી અને મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ઠરાવોમાં સ્પષ્ટ સુચના આપેલ છે કે આવી સંસ્થાઓ જો ધારાધોરણ મુજબ કામ કરતી ન જણાય કે કોઇ ગેરરીતી જણાય તો તાત્કાદીક મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડને રીપોર્ટ કરવો અને આવી સંસ્થાઓને તાત્કાલીક અસરથી આ કામગીરીમાંથી ફારેગ કરવી તેમ છતાં આ સંસ્થાઓ વિરુઘ્ધમાં ગેરરીતી અંગેની ફરીયાદો મળવા છતાં ઉપરોકત સુચનાઓનું પાલન કરેલ નહી કે સુચના મુજબ અધિકારી દ્વારા ચાલતા કામો ઉપર દેખરેખ પણ રાખેલી નહી અને આ રીતે શૌચાલય બાંધનાર સંસ્થાઓ તથા સીટી એન્જીનીયરો અને જે તે વખતના ચીફ ઓફીસશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખઓએ ઉ૫રોકત સંસ્થાઓ દ્વારા શૌચાલય નિમાર્ણ કરેલું ન હોવા છતાં શૌચાલયનું નિર્માણ કરેલ છે તેવા લાભાર્થીઓને ત્યાં શૌચાલય બની ગયેલ છે તેવા ખોટા પ્રમાણપત્રો બનાવી તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરનાર એજન્સીએ પણ ખોટા ઇન્સ્પેકશન રીપોર્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરીને તેવા ખોટી રીતે બનાવેલ. બીલો મંજુર કરી ચુકવણા કરેલ છે અને આમ ઉ૫રોકત સંસ્થાઓને ‚ા ૨.૭૫ કરોડનું ચુકવણું કરવામાં આવેલું.

તપાસ દરમ્યાન કિશોરકુમાર નારણદાસ દેવમુરારી, પ્રમુખ જનસેવા મંડળ કાથરોટા, તથા મારુતી ચેરીટેબલ ટ્રસ્ટ તથા નવચેતન વિકાસ ટ્રસ્ટ બાસ્પા, નિકુંજ પ્રતાણરાય પટણી પ્રમુખ ભગવતી ફાઉન્ડેશન તથા સંચાલક વિકાસ ભારતી ખેરાલુ, ભીખાભાઇ ચેલાભાઇ ચૌધરી પ્રમુખ વિકાસ ભારતી ખેરાલુ, મનોજભાઇ દેવશંકરભાઇ પંડયા ગણેશ એજયુકેશન ચેરીટેબલ યુવા મંડળ વેરાડનાકા બહાર ભાણવડ, પંકજભાઇ કિશોરભાઇ ‚પાપરા કો ઓર્ડીનેટર મારુતી ચેરીટેબલ ટ્રસ્ટ તથા નવચેતન વિકાસ ટ્રસ્ટ બાસ્યા, લાખાભાઇ જોગલ કો ઓર્ડીનેટ ભગવતી ફાઉન્ડેશન તથા સંચાલક વિકાસ ભારતી ખેરાલુ, હિતેષભાઇ જોશી કો ઓર્ડીનેટર ગણેશ એજયુકેશન ચેરીટેબલ યુવા મંડળ વેરાડનાકા બહાર ભાણવડ, પ્રમુખ ચામુંડા યુવક મંડળ ધંધુકા, કો ઓર્ડીનેટર ચામુંડા યુવક મંડળ- ધંધુકા, જી.કે. ચાંડપા તત્કાલીન ચીફ ઓફીસર ઓખા નગરપાલિકા, એમ.એમ. મકવાણા તત્કાલીન  ચીફ ઓફીસર ઓખા નગરપાલિકા, જયેશ બી. પટેલ તત્કાલીન ચીફ ઓફીસ ઓખા નગરપાલિકા, ધર્મપાલસિંહ સુખદેવસિંહ જાટેજા સીટી એન્જીનીયર ઓખા નગરપાલિકા, શકિતસિંહ વાઢેર સીટી એન્જીનીયર ઓખા નગરપાલિકા, દેવશીભાઇ ગોરડીયા તત્કાલીન પ્રમુખ ઓખા નગરપાલિકા, સુભાષભાઇ લશ્કરી તત્કાલીન પ્રમુખ ઓખા નગરપાલિકા, સુભાષભાઇ ભાયાણી તત્કાલીન પ્રમુખ, ઓખા નગરપાલિકા, બાલુભા કેર તત્કાલીન પ્રમુખ ઓખા નગરપાલિકા, સુપરવાઇઝર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ખાનપુર અમદાવાદ વિરુઘ્ધ આઇ.પી.સી. કલમ ૧૨૦ (બી), ૪૦૬, ૪૦૯,૧૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા સને ૧૯૮૮ ની કલમ ૧૩ (૧) (ડી) તથા ૧૩ (ર) મુજબ ગુન્હો બનતો હોય ફરીયાદ તૈયાર કરી મંજુરી મેળવી ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.