Abtak Media Google News

ઓન્લી રિલાયન્સ

છેલ્લા ચાર દાયકા જેવા ટુંકાગાળામાં ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત રિલાયન્સ કંપની દેશમાં સૌથી મોટી કંપની તરીકે સતત વિકાસ પામી રહી છે. રિલાયન્સના થઈ રહેલા સતત વિકાસ પાછળ તેના સંચાલકોની દીર્ધદ્રષ્ટિ ઉપરાંત રાજકીય સંબંધો જાળવવાની કળાને જવાબદાર મનાય છે. કોર્પોરેટ કંપનીઓ વિવિધ રાજકીય પક્ષો અને સરકારી તંત્ર સાથે લાયનીઝ કરીને પોતાનો વિકાસ કેવી રીતે કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રિલાયન્સ કંપની છે. ‘લાલો લાભ વગર નો લોટે’ ગુજરાતી કહેવતને સાર્થક કરતી રિલાયન્સ કંપની દરેક રાજકીય પક્ષો સાથે સુમેળભર્યા સંબંધો રાખવામાં માને છે. જેથી સરકાર ગમે તેની હોય લાભ રિલાયન્સનો જ હોય ! રિલાયન્સની આ પાવર ગેમના કારણે જ રિલાયન્સ કંપની ભારતની જ એશિયાની સૌથી મોટી કંપની બનવા તરફ દોડી રહી છે.

દેશમાં કોંગ્રેસના શાસન વખતે ધંધાના વિકાસમાં આડીખીલી‚પ લાયસન્સ પ્રથા વખતે પણ પોતાની દીર્ધદ્રષ્ટિથી કાયદાકીય રસ્તાઓ શોધીને સ્વ. ધીરૂભાઈ અંબાણીએ રિલાયન્સ કંપનીને દેશવ્યાપી બનાવી હતી. સત્તા સાથે સુમેળ સાધવાની સાથે વિરોધપક્ષોને પણ રાજી રાખવાની રિલાયન્સની નીતિને મુકેશભાઈ અંબાણીએ ચાલુ રાખી છે. જેથી આજે રિલાયન્સ કંપની વટવૃક્ષ સમાન બની જવા પામી છે. ગુજરતામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો દબદબો હતો જયારે તેમને હાથ પર રાખીને રિલાયન્સ અનોખો વિકાસ કર્યો હતો જે બાદ, મોદીને વડાપ્રધાન બનવામાં મદદરૂપ થઈને રિલાયન્સે આ મદદને અઢળક આવકમાં ફેરવી લીધી હતી. જેથી કોર્પોરેટ ક્ષેત્રમાં લાયનીઝ કામમાં રિલાયન્સ માટે ‘ઓન્લી રિલાયન્સ’ કહેવાય છે.

તાજેતરમાં કોલકતાના પોલીસ કમિશનરને પુછપરછ કરવા ગયેલી સીબીઆઈની ટીમને પડકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને સીધો પડકાર ફેંકયો હતો. મમતા આ નિર્ણયથી તેઓ વિપક્ષોનાં વડાપ્રધાનપદના મજબુત ઉમેદવાર તરીકે ઉપસી આવ્યા છે. ઉપરાંત મમતાનો બંગાળમાં એવો દબદબો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમના તૃણમુલ કોંગ્રેસની બેઠકો ઓછી થવા સિવાય ભાજપ તેને વિશેષ નુકશાન પોચાડી શકે તેમ નથી જેથી બંગાળમાં આગામી સાતેક વર્ષસુધી મમતાનું શાસન નિશ્ચિત છે. હાલમાં મમતાને રોજગારી માટે બંગાળમાં મોટી કંપનીઓ આવે તેની તાતી જ‚રીયાત છે. ત્યારે રાજકીય ભાગ જોઈને રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ દાવ માંડીને બંગાળમાં ૬.૫૦ લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી છે.

કોલકતામાં એક બિઝનેસ સમિટને સંબોધતા મુકેશભાઈ અંબાણીએ બંગાળમાં ઈ કોમર્સ ક્ષેત્રમાં આ રોકાણ કરવાની જાહેરાત કરી હતી અંબાણીએ આ નવા વેપારના સાહસનો હેતુ નાના વેપારીઓને તેમના છૂટક નેટવર્ક અને વેર હાઉસીસ સાથે જોડવાનો હોવાનું જણાવીને કહ્યું હતુ કે તેમની કંપની રાજયમાં ૫૦૦થી વધુ છૂટક સ્ટોર ધરાવે છે. જેમાં કરિયાણાથી લઈને કપડા સુધીની તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ વેંચે છે. આ નવી યોજનામાં આગામી ૨૪ માસમાં બંગાળમાં વેર હાઉસની સંખ્યામાં અનેકગણો વધારો કરવામાં આવનારો છે. નવુય ઈ-કોમર્સ પ્લેટ ફોર્મ ગ્રાહકો, ચૂટક વેચાણકારો અને ઉત્પાદકોના ત્રણેયને ફાયદો કરશે અને ૩૦ મીલીયન નાના દુકાનદારોને મદદ કરશે તેમ અંબાણીએ જણાવ્યુંં હતુ.

ડિસેમ્બરમાં ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ પર અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. નવા નિયમો મુજબ ૧ લી ફેબ્રૂઆરીથી એજોમીન. કોમની ભારતની વેબસાઈડ પરની ઉત્પાદન સુચિને અવરોધીત કરવામાં આવી છે. અંબાણીએ રાજયમાં તેમની ટેલીકોમ સેવાઓની પહોચને વિસ્તૃતે કરવાની યોજના ધરાવતા હોવાનું અને તે માટે ડેટા સેન્ટરને ઝડપથી ખોલવા માંગે છે. જે સિવિકોન વેલી જેવું જ શ્રેષ્ઠ ક્રમે તેમ અંબાણીએ ઉમેયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.