Abtak Media Google News

લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના છાત્રો દ્વારા અનોખો પ્રયાસ: શહેરનાં જુદા જુદા વિસ્તારમાં વિતરણ થશે

માતાજીના ગરબામાથી ચકલીના ૧૦ હજાર માળા બનાવવાનો અનોખો રેકોર્ડ ૨૪ કલાકમાં નોંધાવા જઈ રહ્યો છે. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના છાત્રો દ્વારા ‘સેવ બર્ડસ’ અભિયાન હેઠળ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.Vlcsnap 2018 10 20 12H51M50S38

લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે નવરાત્રી દરમિયાન વપરાયેલા ગરબામાંથી ચકલીના માળા એટલે કે ‘વિસર્જનમાંથી સર્જન’ની પ્રવૃત્તિ આજચરોજથી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં રામકૃપા પેટ્રોલીયમ બાય બ્રાઈટ પેટ્રોકેમ નામની કંપનીએ સ્પોન્સશીપ આપી છે. અને આ કંપનીના માલીક પણ ભૂતકાળમાં લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટનાં જ સ્ટુડન્ટ હતા. Vlcsnap 2018 10 20 12H51M07S111

લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર અને પ્રીન્સીપાલ ભરત રામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોલેજ પરિસરમાં અનોખી થીમ સાથે ઈવેન્ટ પ્લાન થઈ રહી છે. આ થીમ છે. કુદરતથી માનવીય સ્વભાવ સુધીની મુસાફરી છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્લાન છે. ખાસ તો પક્ષીઓ બચાવવા માટે પર્યાવરણ બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા છે. આ પ્રવૃત્તિમાં સ્ટાફ અને વિદ્યાર્થી જોડાયા છે. નવરાત્રીમાં માટીના ગરબા વપરાય છે.તેમના પર પ્રોસેસ કરી પક્ષીનાં માળામાં કનવર્ટ કરવામાં આવ્યા છે. જેને ‘વિસર્જનમાંથી સર્જન’ કહી શકાય. આ પ્રોજેકટ અંતર્ગત ૧૦,૦૦૦ પક્ષીનાં માળા બનાવી રાજકોટના જુદા જુદા એરીયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનાં છે.

રામકૃપા પેટ્રોલીયમ બાય બ્રાઈટ પેટ્રોકેમના માલીક જય માંડવીયા જણાવ્યું કે, લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા પક્ષીઓ બચાવો પર્યાવરણ બચાવો ઝુંબેશ ચલાવાઈ છે. તેમાં સ્પોન્સરશીપ માટેના તેવોને લ્હાવો મળ્યો છે. સ્ટુડન્ટ એન્ડ ફેકલ્ટી ગરબા કલેકટ કરવામાં ધ્યાન આપી રહ્યા છે. તે ખૂબજ સારૂ કામ છે.Vlcsnap 2018 10 20 12H51M23S20

૮૦૦૦ જેટલા ગરબા કલેકટ થઈ ગયા છે. અને ૨૫૦૦ જેટલા માળાનું પ્રોડકશન પણ થઈ ગયું છે.

ગરબા બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટનાં વિદ્યાર્થીની પુજા વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જયારે ગરબા જોઈએ ત્યારે લાસ્ટ થશેટ તેને વિસર્જન મોનો જ આવે છે. પરંતુ આ વખતે આ વિચાર બદલી વિસર્જનમાંથી સર્જનનો થોટ અપ્લાય કરી ગરબામાંથી ચકલીના માળા બનાવાનું શરૂ કરવામાં આવ્યું છે. ‘પક્ષી બચાવો પર્યાવરણ બચાવો’ આ થીમ હેઠળ સમગ્ર કાર્ય કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.