Abtak Media Google News

પંચગવ્ય ડોકટર એસો.નો હૈદરાબાદમાં મહાસંમેલનમાં ડો. વલ્લભભાઇ કથીરીયાના જ્ઞાનનો હજારોને મળ્યો લાભ

પંચગવ્ય ડોકટર એસો. ની રાષ્ટ્રીય કક્ષાના મહાસંમેલનમાં દેશભરના તજજ્ઞોની ઉ5સ્થિતિમાં પંચગવ્યનું મહત્વ ચચાર્યુ હતું. ગાયનાં દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર(છાણ)નાં  પાણીને સામૂહિક રુપે  પંચગવ્ય  કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ઔષધિ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે.હિંદુઓના કોઇપણ માંગલિક કાર્ય પંચગવ્ય વિના પૂર્ણ થતું નથી. પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર(છાણ)નાં પ્રમાણસરનાં સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. ગાયના ગોબર(છાણ)નું મહત્વ ચામડીનાં રોગોનાં ઉપચારમાં સર્વવિદિત છે. ગાયનું છાણ અત્યંત પવિત્ર મનાય છે.

પંચગવ્ય ડોક્ટર્સ એસોસિએશન અને પંચગવ્ય વિદ્યાપીઠમ, કાંચીપુરમ, ચેન્નઈના સંયુક્ત ઉપક્રમે કાન્હા ઉપવન ધ્યાન કેન્દ્ર, હૈદરાબાદ-ભાગ્યનગર ખાતે 10મા પંચગવ્ય ચિકિત્સા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નીતિ, યોજના, ગ્રાન્ટ , તાલીમ, માર્કેટિંગ, સંશોધન, ગૌશાળાની સ્વતંત્રતા, ગાયોનું સંરક્ષણ, ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરિયા, વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ડો.નિરંજન વર્મા, વૃંદાવનના સ્વામી સિદ્ધાર્થ આચાર્યજી, છત્તીસગઢ સરકારના જોઈન્ટ સેક્રેટરી રણજીત કુમારજી , ડો.બલદાણીયા, ડો.સિદ્ધાર્થ જયસ્વાલ, ડો.અમિતાભ ભટ્ટનાગર, જસમતભાઈ પટેલ, રીદેશ જાદીરદાદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. , મુકેશ કુમાર જૈન અને મહાનુભાવો દ્વારા ગૌસેવાના વિવિધ મુદ્દાઓ પર આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પંચગવ્ય ડોકટરોને આ અંગેની ચર્ચામાં ભાગીદાર થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.તેમજ વિવિધ પ્રશિક્ષકોને પ્રમાણપત્ર અર્પણ કરીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.