પોરબંદરમાં 44 સ્કવોડ દ્વારા 804 જગ્યાએ વિજ ચોરી પકડાઈ

અબતક, અશોક થાનકી, પોરબંદર

પોરબંદર પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી હેઠળ આવતા ગામોમાં છ દિવસમાં વિજતંત્રની 44 સ્ક્વોડ દ્વારા વીજ ચેકીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 804 જગ્યાએથી વિજચોરી ઝડપાઈ છે, જેમાં રૂપીયા 1 કરોડ ર1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પી.જી.વી.સી.એલ. દ્વારા વિજ ચોરી ડામવાની ઝુંબેશ હેઠળ પોરબંદર વતર્ુળ કચેરીના કાર્યક્ષેત્ર્ા હેઠળ આવતા પોરબંદર ગ્રામ્ય ડીવીઝન હેઠળના આદિત્યાણા, બોરીચા, રાણાવાવ, બગવદર, ઠોયાણા, નેરાણા, મહીરા, રાણા કંડોરણા, વાળોત્ર્ાા, ચોટા, સરાડીયા, બાંટવા તથા કેશોદ વિભાગીય કચેરી હેઠળ ના ગામો ભંડુરી, જામવાડી, શેરીયાખાણ, માળીયા હાટીના, કેશોદ વિગેરે તથા માંગરોળ વિભાગીય કચેરી હેઠળના ચોરવાડ, કાણેક, સુપાસી, ચંડુવાવ, શીલ, નગીચાણા વિગેરે ગામોના વધુ વિજ લોસ ધરાવતા ફીડરોમાં વિજ ચેકિગની કાર્યવાહી કુલ 44 જેટલી ચેકિગ સ્કવોડ દ્વારા તારીખ રપ જુલાઈ થી 30 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવેલ હતી. જે ચેકિંગ કામગીરી દરમિયાન રહેણાંક હેતુના 6106 વિજ જોડાણો, વાણીજ્ય હેતુના 4પ8 વિજ જોડાણો, ઓદ્યોગિક હેતુ ના 33 વિજ જોડાણો તથા ખેતીવાડીના 40ર વીજ જોડાણો ચેક કરવામાં આવેલ હતા. જેમાં રહેણાંક હેતુના 703 વિજ જોડાણોમાં, વાણીજ્ય હેતુના પ1 વિજ જોડાણમાં તથા ખેતીવાડીના પચાસ એમ કુલ 804 વીજ જોડાણોમાં ગેરરીતી બહાર આવી હતી.

આ ગેરરીતી કરનારને રૂપીયા 1 કરોડ ર1 લાખ પચાસ હજારના દંડનીય પુરવણી બીલો પી.જી.વી.સી.એલ. મારફતે આપવામાં આવેલ છે. હાલમાં પી.જી.વી.સી.એલ. – પોરબંદર વતર્ુળ કચેરી હેઠળ વીજલોસનું પ્રમાણ વધવા પામેલ હોય વિજ ચોરીને કારણે તંત્ર્ાને ભોગવવો પડતો વિજ લોસ ઘટાડવા સતત વિજ ચેકિગની મેગા ડ્રાઈવો યોળને વિજ ચોરી અટકાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું પી.જી.વી.સી.એલ. તંત્ર્ાએ જણાવ્યું છે.