રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે ફ્રૂટનો ધંધાર્થી પકડાયો

1.400 કિ.ગ્રા. ગાંજા અને રોકડ મળી રૂા.પ6ર00 નો મુદામાલ કબ્જે : માસીના દીકરાએ ગાંજો વેચવા આપવાની કબુલાત

શહેરનાં  દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ  બાલાજી હોલ પાછળ આવાસ યોજનાનાં કવાર્ટરમાં એસઓજીએ દરોડો પાડી 1 કીલો અને 400 ગ્રામ ગાંજા સાથે  1 શખ્સને ઝડપી લઇ અને રોકડ અને ગાંજો મળી પ6 હજારનો મુદામાલ કબજે કરી  નામચીન  શખ્સની શોધખોળ હાથ ધરી છે.  વધુ વીગત મુજબ  શહેરમાં નસીલા પદાર્થનાં  વેચાણને કડક હાથે ડામી દેવા ઇન્ચાર્જ પોલીસ કમીશનર ખુરશીદ અહેમદે આપેલી સુચનાને પગલે  એસીપી ક્રાઇમ ડી.વી.  બસીયાનાં માર્ગદર્શન હેઠળ  એસઓજી  પીઆઇ જે.ડી. ઝાલા  સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.  દોઢસો ફુટ રીંગ રોડ  નજીક  અર્જુન પાર્ક આવાસ યોજનાનાં  કવાર્ટરમાં રહેતો અબ્દુલ કાદીર ઉર્ફે નાનુ  જમાલ મેતર  નામનાં શખ્સ ગાંજાનાં વેચાણ કરતો હોવાની  મળેલી બાતમીનાં આધારે પીએસઆઇ ડી.વી. ખેર સહીતનાં સ્ટાફે દરોડો પાડી કવાર્ટરમાંથી 1 કીલો અને 400 ગ્રામ ગાંજા સાથે અબ્દુલ કાદીરની ધરપકડ કરી ગાંજો અને રોકડ મળી પ6 હજારનો મુદામાલ કબજે કરી પ્રાથમીક પુછપરછમાં  આ  ગાંજાનો જથ્થો અર્જુન પાર્ક આવાસ યોજનાનાં જ કવાર્ટરમાં રહેતો બીલાલ સલીમ મેતર  ની શોધખોળ હાથ ધરી છે.