Abtak Media Google News
પડધરી રહેતા બંને મિત્રો રાજકોટ ખરીદી કરવા આવતી વેળાએ સજાર્યો જીવલેણ અકસ્માત

અબતક, રાજકોટ

જામનગર હાઇવે પર માધાપર ચોકડી નજીક હીટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડમ્પરે બાઇકને ઠોકરે લેતાં મિત્રની નજર સામે યુવાનનું કરૂણ મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની મળતી વિગતો મુજબ પડધરીમાં કરીયાણાની દુકાન ધરાવતાં બસીરખાન નઝીરખાન પઠાણ (ઉ.વ.27)એ ગઇકાલે સામાનની ખરીદી કરવા માટે તેના મિત્ર અલ્તાફ સતારભાઇ માંડલીયા (ઉ.વ.35)એ બંનેને બાઇક પર રાજકોટ આવી રહ્યા હતી ત્યારે બંને મિત્રો જામનગર હાઇવે પર માધાપર નજીક પહોંચયા ત્યારે ટ્રાફિકના લીધે તેમને બાઇકને બ્રેક મારતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે તેમનાં બાઇકને ઠોકરે લેતાં બસીરખાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે મૃતક બે ભાઇઓમાં મોટો હતો, પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.