રાજકોટમાં પૈસાની લેતીદેતીના પ્રશ્ર્ને યુવાનની હત્યા કરી ફરાર શખ્સ ઝડપાયો

The dead man's body. Focus on hand

 

પરપ્રાંતીય યુવાનને મોતને ઘાટ ઉતારી ગોંડલ રોડ પર ચાદર ઓઢાડી નાશી ગયો’તો

 

અબતક, રાજકોટ

રાજકોટમાં પૈસાની લેતીદેતીના પ્રશ્ર્ને પરપ્રાંતીય યુવાનને બેફામ મારમારી મોતને ઘાટ ઉતારી ગોંડલ રોડ પર ફૂટપાથ પર લાશને ચાદર ઓઢાડી નાશી ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથધરી છે.બનાવની મળતી માહિતી મુજબ રાજકોટમાં મૂળ યુપીના બિરેન્દ્ર નામના 35 વર્ષીય પરપ્રાંતીય યુવાનની હત્યા તેના જ મિત્ર કિશન વિનુભાઇ દેત્રોજા (ઉ.વ.27, રહે.બજરંગ સોસાયટી)એ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખૂલતાં પોલીસે કિશનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી કિશન ખીસ્સા કાતરૂં છે અને મૃતક અને આરોપી બંનેને સાથે મળી ચોરીને અંજામ આપતા હતાં, જેમાં બંને વચ્ચે પૈસાની લેતીદેતીના પ્રશ્ર્ને ઝઘડો થતાં કિશને બિરેન્દ્રને બેફામ મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બેફામ માર મારવાથી બિરેન્દ્રનું મોત થતા પોલીસે કિશન સામે હત્યાનો ગુનો નોંધી અને તેની ધરપકડ કરી વિશેષ પૂછતાછ હાથધરી છે.