Abtak Media Google News

500 એમએલના 271 પાઉચ મળી કુલ રૂ.63 હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉચ્ચ  બ્રાન્ડના 500 એમએલના 271 પાઉચ ઘીના જથ્થા સાથે મોન્ટુ બિપીનભાઈ જોબનપૂત્રાની અટકાયત કરવામાં આવી છે.અને કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના રામાપીર ચોક નજીકથી વેપારી મોન્ટુ જોબનપુત્રાને શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જેની પાસેથી પોલીસે નામાંકિત કંપનીની 500 એમએલ વાળા 271 પાઉચ કબ્જે કરી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

જે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ દ્વારા પાઉચમાં રહલા ઘામાં ભેળસેળ છે કે નહીં અથવા ડુપ્લીકેટ બનાવટવાળું છે કે કેમ? તે અંગે વધુ તપાસ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાને જાણ કરી ઉપરોક્ત પાઉચના નમૂનાઓ લેવડાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.