રાજકોટમાં માનસિક તનાવના કારણે સિક્યુરિટીમેને ગળામાં ગોળી મારી કર્યો આપઘાત

અયોધ્યા ચોકના સિક્યુરિટીમેનની 15 વર્ષથી ડિપ્રેશનની દવા લેતા હતા:પરિવારમાં અરેરાટી

 

અબતક,રાજકોટ

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે આવેલ શિવસાગર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-204માં રહેતા અને ખાનગી સિક્યુરિટી એજન્સીમાં ગનમેન તરીકે નોકરી કરતા પરેશભાઈ ગોરધનભાઈ જોશી(ઉ.વ51)નામના પ્રૌઢે ગઈકાલ સાંજના સમયે પોતાના ઘરે 12 બોરના જોટામાંથી ફાયરિંગ કરી ગાળામાં ગોળી મારી આપઘાત કર્યો છે.15 વર્ષથી ડિપ્રેશનમાં રહેતા હોવાનું અને દવા લેતા હોવાનું ખુલ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યાચોક નજીક આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પરેશભાઈ ગોરધનભાઈ જોશી (ઉં.વ.51) નામના પ્રૌઢ ગઈકાલે પોતાના ઘરે એકલા હતા ત્યારે પોતાની 12 બોર જોટાવાળી બંદૂકથી દાઢીના ભાગે ભડાકો કરી આત્મહત્યા કરી લીધી હતી.તેમનો પરિવાર ઘરે આવ્યો ત્યારે તેની પત્નીએ દરવાજો ખટખટાવતા તેમને દરવાજો ન ખોલતા તેમને બીજી ચાવીથી લોક ખોલી અંદર જોતા પરેશભાઈ જમીન પર લોહી લુહાણ હાલતમાં મૃત પડ્યા હતા.બનવની જાણ યુનિવર્સીટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક પરેશ જોશી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું અને તે. છેલ્લા 15 વર્ષથી ડિપ્રેશનમાં રહેતા હોવાથી તેની દવા લેતા હતા જેથી માનસિક તણાવથી કંટાળી પોતાની પાસે રહેલી 12 બોરની જોટાવાળી બંદૂકથી ગળે ગોળી મારી આપઘાત કર્યો છે.વધુમાં જાણવા મળ્યું હતું કે,મૃતક પરેશભાઈ મૂળ જસદણના હતા અને હાલ રાજકોટ રહેતા હતા અને તેને સંતાનમાં પુત્રી છે જે ખાનગી હોસ્પિટલમાં નર્શીગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઉલ્લેખીન છે કે , અગાઉ ભકિતનગર સર્કલ નજીક ગાયત્રીનગરમાં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે નામના યુવાની પોતાના ઘરે પિતાની ગનમાંથી ગોળી મારી આપઘાત કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.