Abtak Media Google News

કૌટુંબિક ભત્રીજાએ શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપી કાકા સાથે છેતરપિંડી કરતા પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દિવસેને દિવસે છેતરપિંડીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જાણે ગઠિયાઓએ રાજકોટમાં માજા મૂકી હોઈ અને પોલીસનો ખોઈ ખોફ જ ન રહ્યો હોઈ તેમ લોકોને લાલચો આપી વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી રહ્યા છે.ત્યારે વધુ એક છત્રપતિ નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં ઈડલીલારી ધારકને તેના કૌટુંબિક ભત્રીજાએ શેર બજારમાં પૈસા રોકવવાની લાલચ આપી રૂ.74 લાખની છત્રપિંડી કર્યા હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

પોલીસમાંથી મળતી વિગતો અનુસાર કરણપરા શેરી નં-27 ના ખુણે રહેતા મનોજભાઈ રતિલાલ બુંદેલા (ઉં.વ.55) એ તેના કૌટુંબિક ભત્રીજા કૌશિક ઉર્ફે ચિરાગ જયેશ બુંદેલા (રહે. જીવનનગર ર,યા રોડ,રાજકોટ)સામે રૂ.74 લાખની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે ,લીમડા ચોકમાં તેની ઈડલીની લારી છે. ચારેક માસ પહેલા કૌટુંબીક કાકાના પુત્ર હિતેશ લલીત બુંદેલા અને કેતન કસ્તુરસિંહ બુંદેલા તેની લારીએ આવ્યા હતા. બંનેએ પોતાના નજીકના કૌટુંબીક ભત્રીજા અને કૌશિક ઉર્ફે ચિરાગ જયેશ બુંદેલા સાથે ઓળખાણ કરાવી હતી.ત્યારબાદ કૌશિક અવાર-નવાર તેની લારીએ આવતો અને કહેતો કે હું શેરબજારનું કામ કરૂ છું, તમે મને પૈસા આપશો તો હું શેરબજારમાં રોકાણ કરી તમને ફાયદો કરાવી આપીશ, મે ઘણાં બધા માણસોને શેરબજાર અને આઈડીમાં પૈસા રોકાવી ફાયદો કરાવ્યો છે. કૌશિકની આ વાત સાંભળી તેની ઉપર તેને વિશ્વાસ બેસતા નવેમ્બર- 2022 માં રૂા.20લાખ શેરબજારમાં 2ોકવા આપ્યા હતા. બદલામાં સિકયુરીટી પેટે કૌશિકે તેને રૂા.10-10 લાખના બે ચેક આપ્યા હતા. થોડા સમય પછી કૌશિકે કહ્યું કે તમે વધુ પૈસા રોકશો તો વધુ ફાયદો થશે.જેથી ડીસેમ્બર 2022 માં પુત્રી રિધ્ધીના પોરબંદર રહેતા સાસરીયાઓ પાસેથી સાત લાખ લઈ કૌશિકને આપી દીધા હતા. જેના બદલામાં કૌશિકે રૂા.સાત લાખનો ચેક આપ્યો હતો.

ત્યાર બાદ મિત્ર ધવલ અતુલભાઈ રાજાણી પાસેથી હાથ ઉછીના રૂા.15 લાખ લઈ કૌશિકને આપ્યા હતા. જેના બદલામાં પણ તેને રૂા.15 લાખનો ચેક આપ્યો હતો. આટલેથી નહી અટકતા તેણે મિત્ર સર્કલ પાસેથી રૂા.આઠ લાખ હાથ ઉછીના લઈ તે પણ કૌશિકને આપી બદલામાં તેની પાસેથી રૂા.આઠ લાખનો ચેક મેળવ્યો હતો. તેણે રોકેલા રૂા.50 લાખના બદલામાં કૌશિકે વળતર પેટે રૂા.1.60 લાખ આપ્યા હતા.જેને કા2ણે વધુ વિશ્વાસ થતા મોટાભાઈ નિતિનભાઈ બુંદેલા પાસેથી રૂા.24 લાખ હાથ ઉછીના લઈ તે પણ રોકાણ માટે કૌશિકને આપી દીધા હતા. આ પછી કૌશિકે બે મહિના સુધી કોઈ વળતર આપ્યું ન હતું. વળતર માંગતા ખોટા વાયદાઓ આપતો હતો. વધુ તપાસ કરતા કૌશિકે કુલ તેની પાસેથી રૂા.74 લાખ લઈ શેરબજારમાં નહી રોકી છેતરપીંડી કર્યાનું જાણવા મળતા તેને કૌશિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.