Abtak Media Google News

જે તે વિધાનસભા બેઠકના વિસ્તારના બીએલઓએ કરેલા સર્વે બાદ પોસ્ટલ બેલેટથી થનાર મતદાનના આંકડા થયા જાહેર

રાજકોટ જિલ્લામાં 755 સિનિયર સિટીઝન અને 160 જેટલા દિવ્યાંગ મતદારો પોસ્ટલ બેલેટ્રીક મતદાન કરવાના છે અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક સુધી ન પહોંચી શકનાર અસક્ષમ મતદારોનો સર્વે કરાવવામાં આવ્યો હતો જે હાલ પૂર્ણ થઈ ગયો છે

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જે સિનિયર સિટીઝન મતદારો તથા દિવ્યાંગો પોતાના નજીકના મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરવા માટે સક્ષમ ન હોય તેવા મતદારો નો સર્વે જે તે શીલા ચુંટણી તંત્રએ કરાવવાનું રહે છે આ મુજબ જિલ્લા ચુંટણી અધિકારી અરુણ મહેશ બાબુ ના માર્ગદર્શન હેઠળ વિધાનસભા બેઠક વાઇસ આ પ્રકારે સર્વે કરાવવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠક ના વિવિધ વિસ્તારોમાં બી.એલ.ઓએ સર્વે હાથ ધરી તેના આંકડા જિલ્લા ચૂંટણી તંત્રને સોંપ્યા છે તંત્રએ જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં 155 સિનિયર સિટીઝન એવા છે કે જે 80 વર્ષથી ઉપરના જ અને તેઓ શારીરિક રીતે અશોક સમજે આ ઉપરાંત જિલ્લામાં 180 જેટલા દિવ્યાંગો પણ છે કે જે મતદાન મથક સુધી પહોંચી શકે તેમ નથી માટે આ તમામ મતદારો ને પોસ્ટલ બેલેટ વડે મતદાન કરાવવામાં આવશે આ માટે તેઓના ઘરે પોસ્ટલ બેલેટ પહોંચાડવામાં આવશે અને અધિકૃત ચૂંટણી સ્ટાફની હાજરીમાં તેઓ પોસ્ટલ બેલેટથી મત આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.