રાજકોટમાં રાત્રી કર્ફ્યૂનો અમલ કરાવવા પોલીસ કમિશ્નર મેદાને, વોકિંગ કરવા નીકળેલા 15થી વધુ લોકો ચડ્યા ઝપટે

0
52

સરપ્રાઈઝ ચેકિંગમાં 15થી વધુ  લોકો કરફયુનો ભંગ કરતા પો.કમિશનરની ઝપટે 

શહેરોમાં રાત્રિ કર્ફ લાદવામાં આવ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી રાત્રિ કફર્યું અમલવારી શરૂ થઇ જાય છે. ત્યારે ગઇકાલે રાત્રિના  શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાત્રિ કફર્યું કેવી રીતે અમલવારી થાય છે તે ચકાસવા માટે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતા. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 15થી વધુ લોકો રસ્તા પર વોકિંગ કરતા ખુદ પોલીસ કમિશનરના હાથે પકડાયા હતા. આ તમામને ઘરમાં રહેવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ હોમ ક્વોરન્ટીનનો ભંગ કરનારા 35 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે દિવસમાં રાત્રિ કર્ક્સનો ભંગ કરતા 30થી વધુ લોકો સામે કાર્યવાહી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ મહામારીમાં સંક્રમણ વધતું અટકાવવા રાત્રિ કફર્યુંની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં લોકોએ રાત્રિના 8 વાગ્યા બાદ ઘરની બહાર ન નીકળવું તેવું સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું છે. છતાં કેટલાક લોકો બહાર નીકળે છે તેમની સામે કડક કાર્યવાહી ક આવી રહી છે.  8 વાગ્યાથી જ કફર્યુંની કડક અમલવારી  શહેરમાં શરૂ કરી દેવામાં આવે છે અને છેલ્લા બે દિવસમાં કફર્યું ભંગ કરતા 30થી વધુ લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી.

હોમ ક્વોરન્ટીન ભંગ કરી 35 લોકો બહાર નીકળ્યાં આ સાથે ગઇકાલે દિવસ દરમિયાન માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોનમાંથી હોમ ક્વોરન્ટીન ભંગ કરી 35 લોકો આવ્યા હોવાનું સામે આવતા તમામ સામે  કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર દ્વારા ક્વોરન્ટીન લોકોને પોલીસની સેફ એપ્લિકેશન ડાઉનલોડ કરી દર 4થી 6 કલાકના અંતરે ઘરેથી ફોટો પાડી તેમાં હાજરી પુરવા અંગે હોમ ક્વોરન્ટીન થાય તેની વિગત તંત્ર પાસે નથી તે લોકો નિયમ ભંગ કરી રહ્યાં છે. તેને અટકાવી કાર્યવાહી કરવી જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here