Abtak Media Google News

રાજકોટમાં હનીટ્રેપનાં બનાવ અવરનવાર જોવા મળી રહ્યા છે. ફરી એક નવો રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવો જ બનાવ બન્યો છે  જેમાં રાજકોટના રૈયાધાર વિસ્તારમાં હનિટ્રેપમાં ફસાવવા માટે યુવતીની ત્રણ સાગરીત સહિત બે યુવાનોએ જામનગરના વૃદ્ધને બોલાવ્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં આ લોકોને વૃદ્ધ સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી અને વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવી હતી.

Untitled 1548219804 1આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ નો કાફલો  ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપસ હાથ ધરી હતી. તપાસમાં હત્યાનો ભોગ બનનાર વૃદ્ધનું નામ કિરીટ ચંદુ મહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ પણ CD કાંડમાં આવેલ યુવતીની ત્રણ સાગરીતો અને બે યુવાનોએ હત્યા કરી હોવાની પ્રાથમિક તાપસમાં  પોલીસને જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.