રાજકોટમાં ઉઘરાણી પ્રશ્ને કારખાનેદાર પર ફાયરીંગ કરનાર છ ઝડપાયા

પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી સામ સામે હત્યાની કોશિસનો 11 સામે ગુનો નોંધ્યો  પિસ્તોલ કબ્જે કરી અને લાઇસન્સ રદ કરવાની પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટમાં દિન પ્રતિદિન હત્યાની કોશિશ અને મારામારીના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે તેમ જાણે આવારા તત્વોને ખાખીનો કોઈ ખોફ રહ્યો જ નથી ત્યારે શનીવાર રાત્રે વિરાણી આઘાત પ્લોટ નં 7માં ફાયરિંગમાં ઘટના સામે આવી છે જેમાં રૂ.35 હજારની ઉઘરાણી મામલે 11 શખસોએ સામ સામે મારામારી કરી હતી અને તેમાં એક કારખાનેદારે પોતાના પરવાના વારી પિસ્તોલ માંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાત ભક્તિનગર પોલીસને થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી 11 શખ્સો સામે હત્યાની કોશિશનો અને રાયોટીંગ હેઠળ ગુનો નોંધ્યો છે જ્યારે પોલીસે તેમાંથી છ શખ્સોની ધરપકર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ બનાવ અંગે પુનિત સોસાયટી મેઈન રોડ પર રહેતા અને પટેલનગર 6માં સીતારામ મેટલ નામનું કારખાનુ ધરાવતા ચિરાગ કાનજીભાઈ પોકીયા (ઉં.વ.26)એ નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તેનાં મિત્ર વત્સલે ગયા મે મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્નનું ડેકોરેશન પ્રતિક ટોપીયાએ કર્યુ હતું. જેને આ પેટે રૂા.35 હજાર લેવાના – બાકી હતા. જેની ઉઘરાણી કરી તે વત્સલને ગાળો ભાંડતો હતો.

જેથી વત્સલ અને તેના મિત્ર રાજે ગઈકાલે તેને મળી આ વાત કરતા તેણે સમાધાન કરાવવાનું નક્કી કર્યું હતું. જેના પગલે શનિવારે રાત્રે પ્રતિકને કોલ કરતા તેને વિરાણી અઘાટ પ્લોટ નં.7માં પોતાના બાલાજી નામના કારખાને બોલાવતા તે બે મિત્રો રૂચીત ત્રાપતીયા અને વસીમ સાથે બાઈકમાં ત્યાં પહોંચ્યો હતો.જ્યાં અગાઉથી પ્રતિક, હાર્દિક સોજીત્રા, કેયુર લુણાગરીયા, પ્રતિક ગઢીયા, મીત અને દિવ્યરાજ સહિતના આરોપીઓ હાજર હતા. તે કોઈ વાતચીત કરે તે પહેલા જ આરોપીઓ તેની ઉપર ધોકા વડે તૂટી પડ્યા હતા. જેને કારણે સાથે આવેલા તેના બે મિત્રો રૂચીત અને વસીમ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં પ્રતિકે તેને ધોકાના આડેધડ ઘા ઝીંકતા જમીન પર પટકાઈ ગયો હતો.

કારખાનેદાર ચિરાગે પરવાનાવાળી પિસ્તોલમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંંગ કર્યા તા

બનાવમાં ચિરાગે 52વાનાવાળી પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું. જેમાં ત્યાં ટોળું ભેગુ થઈ ગયું હતું.ભક્તિનગર પોલીસે ચિરાગની ફરિયાદ પરથી તેની ફરિયાદ પરથી રાયોટીંગ અને હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણ આરોપી પ્રતિક દિનેશ ટોપીયા (રહે.ચંપકનગર-4), પ્રતિક ભવાન ગઢીયા (રહે. રામરણુજા સોસાયટી) અને મીત નરેન્દ્ર સોરઠીયા (રહે. એપી પાર્ક 3, બીગબજાર પાસે)ની ધ2પકડ કરી હતી.જ્યારે કેયુર રસિક લુણાગરિયા ને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને હાર્દિક સોજીત્રા ની શોધખોળ હાથધરી છે.જ્યારે પોલીસે હાર્દિકની પરવાના વળી પિસ્તોલ કબજે કરી તે રદ કરવાની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે સામાપક્ષે ફાયરીંગથી ઈજા પામેલા કેયુર રસીકભાઈ લુણાગરીયાએ ફરિયાદમાં જણાવ્યું કે તે સંસ્કાર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ખોડલ 5 ઈન્ડસ્ટ્રીઝ નામનું ફેબ્રીકેશનના પાર્ટ્સ કારખાનું ધરાવે છે. શનિવારે રાત્રે વિરાણી અઘાટ માં ફઈના પુત્ર પ્રતિક ટીપીયાના બાલાજી એન્ટરપ્રાઈઝ નામના કારખાને જવા નીકળ્યો હતો. ત્યાં પહોંચતા કારખાના બહાર તેના ફઈનો પુત્ર પ્રતિક, તેનો ભાગીદાર પ્રતિક ગઢીયા, કારખાનામાં કામ કરતો હાર્દિક સોજીત્રા અને મીત સોરઠીયા ટોળુ વળીને ઉભા હતા.તેના ફઈનો પુત્ર પ્રતિક ક્રિષ્ના ગોંડલીયા કે જે બ્યુટી પાર્લર ચલાવે છે તેની સાથે લગ્ન કરવાનો છે. ક્રિષ્નાને બ્યુટી પાર્લરના હિસાબના રૂા.35 હજાર વત્સલ પાસેથી લેવાના હતા. સ્થળ પર પ્રતિક રૂા.35 હજારની ઉઘરાણી બાબતે ચિરાગ, તેની સાથેના માણસો સાથે વાતચીત કરતો હતો.આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થતાં મારામારી શરૂ થઈ હતી. જે દરમિયાન ચિરાગે અચાનક તેની પાસે રહેલી પિસ્તોલ કાઢી તેની ઉપર આડેધડ ફાયરીંગ કર્યું હતું જેમાં તેને ઈજા પોહચી હતી.

જેમાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી અક્ષય અરવિંદ ગજેરા,રાહિલ રમેશ ગજેરાની ધરપકડ કરી છે અને ચિરાગને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે રૂચિત અને વસિમની શોધખોળ હાથધરી છે.

ધમાલ કરનાર અનેક શખ્સો નશાની હાલતમાં હતા

રાજકોટમાં શનિવારે વિરાણી આઘાતમાં બનેલી ફાયરીંગ અને મારામારી ઘટનામાં પોલીસે હાલ 6 શખ્સોની દરપકડ કરી છે જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ધમાલ કરનાર જૂથના અનેક શખ્સો નશાખોર હાલતમાં હતા તેમજ રિવોલ્વર જેવા હથિયાર લઇને વિરાણી અઘાતે એકઠા થયા હતા અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.