Abtak Media Google News

શહેરી પરિવહન સેવાની કામગીરીનો મે મહિનાનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.કોવિડ-૧૯ અંતર્ગત ૫૦% મુજબ   પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવામાં મે મહિના દરમિયાન કુલ ૨,૪૦,૨૦૨ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૪,૮૨૩ મુસાફરોએ  લાભ લીધો હતો.

સિટી બસના ૩ કન્ડકટર સસ્પેન્ડ:એજન્સીઓ પણ દંડાઈ

૫૦ ટકાની ક્ષમતાથી દોડવાઈ છતાં સિટી બસ અને બીઆરટીએસમાં સારું એવુ ટ્રાફિક:ટિકિટ વીના મુસાફરી કરતા 3 ખુદાબક્ષ ઝપટે ચઢયા

સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૬,૩૭૫ કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ રૂ!. ૨,૫૬,૪૬૭/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી શ્રી ડી.જી. નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!. ૩,૬૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.   સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૮,૪૦૦/- ની પેનલ્ટી કરવામાં આવી છે.

સિટી બસના ૩ કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં મે મહિના દરમિયાન કુલ ૪૯,૮૫૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૪૦,૮૪૦ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૪૦૦ કિ.મી. ની પેનલ્ટી તરીકે કુલ રૂ. ૨૮,૯૯૬/- ની પેનલ્ટી કરવામાં આવી છે.  બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૯,૫૭૩ ની પેનલ્ટી કરવામાં આવી છે.

ચેકીંગ દરમિયાન કુલ ૩ મુસાફરો ટીકીટ વગર પકડાતા  રૂ. ૩૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.કંડક્ટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી કે અનિયમિતતા જણાય તો કોલ સેન્ટર નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.